ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હારીજ નાગરિક બેન્કમાં 13 ખાતા ખોલાવી કરોડોના વ્યવહારો કર્યા, ખાતા ભાડે આપનાર સહિત 20 સામે ગુનો
Last Updated: 07:32 PM, 8 June 2026
ADVERTISEMENT
રાજ્યમાં સાયબર ગુનાઓ સામે ચાલી રહેલા "ઓપરેશન મ્યૂલ હંટ" અંતર્ગત પાટણ જિલ્લામાં પોલીસે રૂ. 398 કરોડના વિશાળ સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 6 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
પોલીસ દ્વારા પાટણ, ચાણસ્મા અને હારીજ વિસ્તારોમાં એકસાથે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોમાં પૈસાની લાલચ આપીને તેમના નામે બેન્ક ખાતાઓ ખોલાવતા હતા અને ત્યારબાદ તે ખાતાઓનો ઉપયોગ સાયબર ઠગાઈ માટે કરતા હતા.

ADVERTISEMENT
ઓનલાઈન ઠગાઈના નાણાંની લેવડદેવડ કરવામાં આવતી
શાતિર ટોળકી ખાતાધારકો પાસેથી ATM કાર્ડ, ચેકબુક અને અન્ય બેન્કિંગ દસ્તાવેજો પોતાના કબજામાં લઈ લેતી હતી. ત્યારબાદ આ ખાતાઓ મારફતે દેશભરમાં વિવિધ પ્રકારની ઓનલાઈન ઠગાઈના નાણાંની લેવડદેવડ કરવામાં આવતી હતી.
ADVERTISEMENT

13 જેટલા "મ્યુલ એકાઉન્ટ" ખોલાવવામાં આવ્યા
ADVERTISEMENT
તપાસ દરમિયાન હારીજ નાગરિક સહકારી બેન્કમાં 13 જેટલા "મ્યુલ એકાઉન્ટ" ખોલાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ઠગાઈથી મેળવવામાં આવેલા નાણાંના વ્યવહારો માટે કરવામાં આવતો હતો.

ADVERTISEMENT
મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા
પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અન્ડરપાસ સુરક્ષા અંગે AMCની સ્પષ્ટતા, જવાબદારી ખંખેરવાનો પ્રશ્ન નથીઃ મ્યુનિસિપલ કમિશનર
સાયબર ક્રાઈમના વધતા જતા જોખમોને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોને પોતાના બેન્ક ખાતા, ATM કાર્ડ અથવા બેન્કિંગ વિગતો કોઈપણ અજાણ્યા વ્યક્તિને ન સોંપવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.