ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ડરપાસ સુરક્ષા અંગે AMCની સ્પષ્ટતા, જવાબદારી ખંખેરવાનો પ્રશ્ન નથીઃ મ્યુનિસિપલ કમિશનર

અમદાવાદ / અન્ડરપાસ સુરક્ષા અંગે AMCની સ્પષ્ટતા, જવાબદારી ખંખેરવાનો પ્રશ્ન નથીઃ મ્યુનિસિપલ કમિશનર

Published By: Vishal Khamar

Last Updated: 07:03 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અંડરપાસ જવાબદારી મામલે મ્યુ. કમિશ્નર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં પ્રિ-મોન્સૂન કામગીરી અનુસંધાને અલગ અલગ નોટિસ જાહેર કરાય છે. દર વર્ષે આ પ્રકારની નોટિસ આપવામાં આવતી હોય છે.

ADVERTISEMENT

અમદાવાદમાં અન્ડરપાસની સુરક્ષા અને તાજેતરમાં જાહેર કરાયેલી નોટિસોને લઈને ઉઠેલા પ્રશ્નો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી નોટિસોનો હેતુ જવાબદારી ટાળવાનો નહીં, પરંતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

વિવિધ સ્થળોએ આવી ચેતવણીરૂપ નોટિસો જાહેર

કમિશનરે જણાવ્યું કે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે દર વર્ષે વિવિધ સ્થળોએ આવી ચેતવણીરૂપ નોટિસો જાહેર કરવામાં આવે છે. વરસાદી મોસમ દરમિયાન અન્ડરપાસમાં પાણી ભરાવાની સંભાવના રહેતી હોવાથી લોકોને સાવચેત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે શહેરના અનેક અન્ડરપાસમાં ઓટોમેટિક બૂમ બેરિયરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અન્ડરપાસમાં પાણીનું સ્તર જોખમી હદે પહોંચે છે ત્યારે આ બૂમ બેરિયર આપમેળે બંધ થઈ જાય છે, જેથી વાહનચાલકો અંદર પ્રવેશ ન કરી શકે.

કાદવ-કીચડવાળા અન્ડરપાસમાં લપસી જવાની અને અકસ્માત સર્જાવાની શક્યતા

AMC દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાણી ભરાયેલા અથવા કાદવ-કીચડવાળા અન્ડરપાસમાં લપસી જવાની અને અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. આવી ઘટનાઓને અટકાવવા માટે જ લોકોને પૂર્વચેતવણી આપવામાં આવી છે.

AMC હંમેશા પ્રજાની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપે છેઃ બંછાનિધિ પાની

બંછા નિધિ પાનીએ જણાવ્યું કે AMC હંમેશા પ્રજાની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપે છે. “આ જવાબદારી ખંખેરવાનો વિષય નથી. કોર્પોરેશન હંમેશા નાગરિકોની સાથે છે,” એમ તેમણે ભારપૂર્વક કહ્યું.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અનેક વખત પાણી ભરાયેલા અન્ડરપાસમાં વાહનો પ્રવેશી જવાના બનાવો સામે આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં બસો પણ પાણી ભરાયેલા અન્ડરપાસમાં પ્રવેશી ગઈ હતી. જ્યારે અનેક વાહનચાલકોએ બૂમ બેરિયર તોડીને અંદર જવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ નોંધાયું છે. આવા બનાવોને ધ્યાનમાં રાખીને AMC દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કચ્છ જીલ્લાના છ રસ્તાઓ ફોરલેન થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપગ્રેડની આપી મંજૂરી

વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને AMCએ નાગરિકોને સાવચેત રહેવા તેમજ ચેતવણી સૂચનો અને બૂમ બેરિયરના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pre-Monsoon Operations Ahmedabad Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ