ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / કચ્છ જીલ્લાના છ રસ્તાઓ ફોરલેન થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપગ્રેડની આપી મંજૂરી

ગાંધીનગર / કચ્છ જીલ્લાના છ રસ્તાઓ ફોરલેન થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપગ્રેડની આપી મંજૂરી

Published By: Vishal Khamar

Last Updated: 06:14 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ જિલ્લાના 6 રસ્તા ફોરલેન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ રોડ અપગ્રેડ કરવા 630 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ADVERTISEMENT

કચ્છ જિલ્લાના માર્ગ માળખાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં 6 મુખ્ય રસ્તાઓને ફોરલેનમાં અપગ્રેડ કરવા માટે અંદાજે ₹630 કરોડની મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોને વધુ સુદ્રઢ અને ઝડપી રોડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે. રસ્તાઓના વિસ્તરણથી સ્થાનિક રહેવાસીઓ માટે મુસાફરી વધુ સરળ બનશે તેમજ વિવિધ ગામો અને શહેરો વચ્ચેનું જોડાણ મજબૂત થશે.

સરકારના જણાવ્યા અનુસાર, ફોરલેન માર્ગો બનવાથી લોકોના જીવનમાં સુવિધા વધશે અને "ઈઝ ઓફ લિવિંગ"ને પ્રોત્સાહન મળશે. સાથે જ કચ્છના પ્રવાસન ક્ષેત્રને પણ નોંધપાત્ર ફાયદો થશે, કારણ કે પ્રવાસીઓ માટે મુખ્ય પર્યટન સ્થળોએ પહોંચવું વધુ અનુકૂળ બનશે.

આ વિકાસકાર્યથી ખાસ કરીને મુન્દ્રા પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક તથા વાણિજ્યિક વિસ્તારોને મોટો લાભ થવાની અપેક્ષા છે. ભારે વાહનો માટે માલસામાનનું પરિવહન વધુ ઝડપી અને સુરક્ષિત બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ ચમત્કાર કે સત્ય? રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાયલને સ્ટેજ પર બોલાવીને તેની હકીકત જણાવી, ખોલી હતી પરચી

રાજ્ય સરકારનો આ નિર્ણય કચ્છના આર્થિક વિકાસને નવી દિશા આપશે અને આગામી વર્ષોમાં જિલ્લાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kutch Forelane Road Kutch News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ