બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'તારક મેહતા'ની દયા ભાભીએ બી-ગ્રેડ ફિલ્મોથી શરૂ કરી હતી ફિલ્મી સફર? દિશા વાકાણીની તસવીરો જોઈ તમે પણ ચોંકી જશો
7 ફોટો ગેલેરી
Last Updated: 07:34 PM, 17 August 2026
1/7
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની જાણીતી એક્ટ્રેસ દિશા વકાણી આજે 17 ઓગસ્ટે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. નાના પડદા પર દયાબેનના રૂપમાં તેમને જે પ્રેમ મેળવ્યો છે, તે આજે પણ ઘટ્યો નથી. લાંબા સમયથી તેઓ સ્ક્રીનથી દૂર છે છતાં તેમની લોકપ્રિયતા હજુ પણ છે. આ ખાસ દિવસે જાણીએ તેમના કરિયરની શરૂઆત વિશે, જ્યારે તેમને બી-ગ્રેડ ફિલ્મથી સિનેમા જગતમાં પગ મૂક્યો હતો.
2/7
3/7
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વકાણીના કરિયરનો સૌથી વળાંક આવ્યો. દયા ગડાના પાત્રમાં તેમનો મજાકિયો અંદાજ, બોલવાની વિશેષ ઢબ અને માસૂમિયત દર્શકોને ખૂબ ગમી. થોડા જ સમયમાં દયાબેન ઘર-ઘરમાં જાણીતી બની ગઈ. શોમાંથી તેઓ સાત વર્ષથી વધુ સમયથી દૂર છ છતાં આજે પણ લોકો તેમના પાત્રને યાદ કરે છે અને પાછા આવવાની રાહ જુએ છે.
4/7
5/7
દિશાએ હિન્દી સિનેમામાં 1997માં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે તેમની પહેલી ફિલ્મ કોઈ મોટી મેઈનસ્ટ્રીમ ફિલ્મ નહોતી પણ બી-ગ્રેડ ફિલ્મ ‘કમસિન’ હતી. તેમાં તેમને કોલેજ વિદ્યાર્થિનીનું પાત્ર ભજવ્યું હતું અને એક બોલ્ડ સીન પણ હતો. અમિત સૂર્યવંશીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં શિવ રિંદાની અને અમિત પચૌરી પણ હતા.
6/7
ફિલ્મોમાં ઇચ્છિત સફળતા ન મળતાં દિશાએ ટીવી તરફ રુખ કર્યો. 2008માં તેઓ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયા. શરૂઆતથી જ દયાબેનના પાત્રે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી. સમય જતાં આ પાત્ર એટલું લોકપ્રિય બન્યું કે દયા ગડા ટીવીના સૌથી યાદગાર રોલમાં સામેલ થઈ ગઈ. આ જ શોએ દિશા વકાણીને જબરદસ્ત શોહરત આપી અને તેઓ ટીવીની સૌથી વધુ ફી મેળવનારી એક્ટ્રેસોમાં ગણાવા લાગી.
7/7
દિશા વકાણીએ સપ્ટેમ્બર 2017માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી બ્રેક લીધો હતો. મેટર્નિટી લીવને કારણે તેમને શો છોડ્યો હતો. મે 2022માં તેમને બીજો પુત્ર થયો. પહેલા બાળક માટેની રજા સાથે મળીને હવે લગભગ 9 વર્ષથી તેઓ ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને પરિવારમાં વ્યસ્ત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ