બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

ગુજરાત / તલાટી કમ મંત્રીઓ માટે સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 05:29 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે મહેસૂલી અને રેવન્યુ તલાટીઓની કામગીરી અલગ અલગ કરી દીધી છે.

મહેસુલી અને રેવન્યુ તલાટીઓના જોબચાર્ટ અલગ કરાયા છે. લાંબા સમયથી મહેસુલી અને રેવન્યુ તલાટીના જોબચાર્ટ અલગની માંગણી બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી હવે સ્પષ્ટ રીતે અલગ થઈ જશે.

રાજ્ય સરકારે બન્ને કેડરનો ચાર્ટ જાહેર કર્યો

રાજ્ય સરકારે બંને કેડરના કર્મચારીઓ માટે અલગ-અલગ જોબ ચાર્ટ જાહેર કર્યો છે. મહેસૂલ વિભાગના ઠરાવથી મહેસૂલી તલાટીઓની નવી જવાબદારીઓ નક્કી કરાઈ છે.

મહેસૂલી તલાટી શું કામ સંભાળશે?

મહેસૂલી તલાટી હવે મુખ્યત્વે જમીન મહેસૂલ, જમીન રેકર્ડ અને મહેસૂલ કાયદા સંબંધિત કામગીરી સંભાળશે, તે ઉપરાંત જમીનના રેકર્ડ, હદનિશાન, સરકારી જમીન, ગૌચર, ખાણ-ખનિજ અને જમીન દબાણ અંગેની કામગીરી સોંપાઈ છે.

વધુ વાંચો : VIDEO : સુરતમાં ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ગયેલા યુવકનું રિસેપ્શન કાઉન્ટર પર મોત, આઈકાર્ડ આપતાં જ ઢળી પડ્યો

તલાટી કમ મંત્રી શું કામગીરી સંભાળશે?

જ્યારે તલાટી કમ-મંત્રી પંચાયત અધિનિયમ અને નિયમો હેઠળ ગ્રામ પંચાયતના સચિવ તરીકેની કામગીરી સંભાળશે તે ઉપરાંત સરકારી યોજનાઓના ગ્રામ્ય અમલીકરણ, પંચાયતના વિકાસકાર્યો, જન્મ-મરણ નોંધણી, વિવિધ પ્રમાણપત્રો અને ગ્રામ વિકાસની કામગીરી પણ તલાટી કમ મંત્રી સંભાળશે. ગામતળ, પંચાયત હસ્તકની જમીન, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી, પ્રાથમિક શિક્ષણ સહિતની ગ્રામ પંચાયત લક્ષી કામગીરી પણ તેઓ જ જોશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

talati news talati mantri news talati cum mantri

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ