બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / વડોદરાના સમાચાર / ભાજપની રાષ્ટ્રીય ટીમમાં 4 ગુજરાતી, એક સાંસદ, બે પૂર્વ MLA અને પૂર્વ કોંગ્રેસી નેતાને સ્થાન

રાજકારણ / ભાજપની રાષ્ટ્રીય ટીમમાં 4 ગુજરાતી, એક સાંસદ, બે પૂર્વ MLA અને પૂર્વ કોંગ્રેસી નેતાને સ્થાન

Published By: Hiralal Parmar

Last Updated: 05:09 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન નબીનની રાષ્ટ્રીય ટીમમાં 4 ગુજરાતીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની જાહેર થયેલી નવી ટીમમાં 4 ગુજરાતીઓને પણ સ્થાન અપાયું છે જેમાં વર્ષા દોશી (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), જગદીશ પટેલ (રાષ્ટ્રીય મંત્રી), રોહન ગુપ્તા (રાષ્ટ્રીય મંત્રી) તથા હેમાંગ જોશી( રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ) સામેલ છે.

કોણ છે વર્ષા દોશી

વર્ષા દોશી ગુજરાત ભાજપના એક પીઢ મહિલા નેતા છે. તેઓ સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભા બેઠક પરથી 2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી નહોતી.

જગદીશ પટેલ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય

જગદીશ પટેલ 2019ની પેટાચૂંટણીમાં અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી નહોતી.ભાજપની નવી ટીમમાં તેમની સરપ્રાઈઝ એન્ટ્રીએ ઘણા ચોંકાવી મૂક્યા છે. તે ઉપરાંત તેઓ પુષ્પક ટ્રેડમાર્ક લિમિટેડના ડિરેક્ટર પણ છે.

રોહન ગુપ્તા-રાષ્ટ્રીય મંત્રી

અમદાવાદના રોહન ગુપ્તા અઢી વર્ષ પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. તેમના પિતા રાજકુમાર ગુપ્તા કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે. તેમણે સિમ્બાસિસ યુનિવર્સિટી-પૂણેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

કોણ છે હેમાંગ જોશી

હેમાંગ જોશી વડોદરાના સાંસદ છે અને તેમને તેજસ્વી સૂર્યાને બદલે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે. તેઓ 2013થી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા અને 2022માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ તરીકે પ્રથમ જવાબદારી મેળવી હતી.

નીતિન નબીનની નવી ટીમ જાહેર

ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમની નવી ટીમ જાહેર કરી છે. સ્મૃતિ ઈરાનીને મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે વસુંધરા રાજે અને રામ માધવને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે .

વધુ વાંચો : VIDEO : સુરતમાં ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ગયેલા યુવકનું રિસેપ્શન કાઉન્ટર પર મોત, આઈકાર્ડ આપતાં જ ઢળી પડ્યો

13 નવા ઉપાધ્યક્ષો

ભાજપની નવી ટીમમાં વસુંધરા રાજે સિંધિયા, તીરથ સિંહ રાવત, રામ માધવ, બૈજયંત પાંડા, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ભારતી પ્રવીણ પવાર, મનપ્રીત સિંહ બાદલ, લાલ સિંહ આર્ય, એમ. નાગરાજા, તારિક મંસૂર અને મધુચંદ્ર કરશનને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

hemang joshi nitin navin new team

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ