બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO : સુરતમાં ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ગયેલા યુવકનું રિસેપ્શન કાઉન્ટર પર મોત, આઈકાર્ડ આપતાં જ ઢળી પડ્યો
Last Updated: 04:14 PM, 17 August 2026
સુરતના ડિંડોલીના RJD પ્લાઝામાં આવેલી હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા એક યુવાનનું રિસેપ્શન કાઉન્ટર પર જ ઢળી પડતા મોત થયું હતું. આ આખી ઘટના સીસીટીવીમાં ઝડપાઈ હતી. હાર્ટએટેકને કારણે યુવકનું મોત થયું હોવાની શક્યતા છે.
ADVERTISEMENT
સુરતના ડીંડોલીમાં યુવકને આવ્યો સાયલન્ટ કિલર, સામે આવ્યાં ખૌફના*ક CCTV#Surat #Dindoli #CCTV #SilentKiller #CrimeNews #SuratNews #VTVDigital pic.twitter.com/xuWsothZml
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 17, 2026
યુવક ગર્લફ્રેન્ડને લઈને ગયો હતો
ADVERTISEMENT
યુવક પોતાની ગર્લફ્રેન્ડને લઈને હોટલમાં આવ્યો હતો પરંતુ રુમ જાય એ પહેલા જ તેનું મોત થયું હતું.
કાઉન્ટર પર કાર્ડિએક અરેસ્ટ
ADVERTISEMENT
એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો 26 વર્ષીય આકાશ પવાર RJD પ્લાઝાની ‘ધ રોયલ પેલેસ’ હોટેલમાં રૂમ બુક કરાવા ગયો હતો અને કાઉન્ટર જ્યારે આઈડી કાર્ડ આપી રહ્યો હતો ત્યારે અચાનક તે જમીન પર ઢળી પડ્યો હતો. આ જોઈને સ્ટાફમાં અફરાતફરી મચી હતી.
ADVERTISEMENT
હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોકની આશંકા
યુવક બેહોશ થઈને નીચે પડતાં જ હોટેલ સ્ટાફ અને આસપાસના લોકો તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા હતા. જોકે તે સમય સુધીમાં તે મરી ચૂક્યો હતો. યુવકનું મોત સાયલન્ટ હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોક જેવા તબીબી કારણોસર થયું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.