બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો માટે ગુજરાતથી આવ્યા રાહતના સમાચાર, જાણો પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાત / ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો માટે ગુજરાતથી આવ્યા રાહતના સમાચાર, જાણો પાયલોટ પ્રોજેક્ટ

Published By: Vishal Khamar

Last Updated: 05:10 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર નાનાં મકાનોના માલિકો માટે રૂફટોપ સોલર સિસ્ટમ મફતમાં ઉપલબ્ધ કરાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરી રહી છે.

ગુજરાત સરકાર નાનાં મકાનોના માલિકો માટે રૂફટોપ સોલર સિસ્ટમ મફતમાં ઉપલબ્ધ કરાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરી રહી છે. આ યોજના હેઠળ ૫૦ ચોરસ મીટરથી ઓછા વિસ્તાર ધરાવતાં મકાનોને આવરી લેવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આ યોજનાનો અમલ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે, સાથે જ રાજ્યમાં ઉત્પન્ન થતી સૌર વીજળીનો વ્યાવસાયિક ઉપયોગ પણ થઈ શકશે.

પ્રસ્તાવિત યોજના હેઠળ પાત્ર મકાનોની છત પર સરકાર દ્વારા રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવશે. લાભાર્થીઓ પાસેથી તેના માટે કોઈ ખર્ચ લેવામાં આવશે નહીં. આ સોલર સિસ્ટમથી ઉત્પન્ન થતી વીજળી રાજ્યના વીજ ગ્રીડમાં મોકલવામાં આવશે અને ઉદ્યોગો તથા અન્ય ગ્રાહકોને વ્યાવસાયિક દરે સપ્લાય કરવામાં આવશે.

રૂફટોપ સોલરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

ગુજરાત પહેલેથી જ રૂફટોપ સોલર સ્થાપનમાં દેશમાં અગ્રેસર છે. રહેણાક વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવા માટે રાજ્યમાં ‘સૂર્ય ગુજરાત યોજના’ શરૂ કરવામાં આવી હતી. ગત વર્ષે ગુજરાતમાં ૧,૩૭,૯૧૪ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેની કુલ ક્ષમતા ૫૫૦.૧૯ મેગાવોટ હતી. નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યમાં કુલ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા ૪૨.૫૮૩ ગીગાવોટ છે, જ્યારે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૧૪,૮૨૦.૯૪ મેગાવોટ છે. સૌર ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યમાં ૨૫,૫૨૯.૪૦ મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતા સ્થાપિત થઈ ચૂકી હતી.

૧૧ લાખથી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ કાર્યરત

ગુજરાત દેશમાં રૂફટોપ સોલર સ્થાપનમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ૧૧ લાખથી વધુ રૂફટોપ સોલર સિસ્ટમ કાર્યરત છે, જેની કુલ ક્ષમતા ૬,૪૧૨.૮૦ મેગાવોટ છે. આમાં -

ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સથી ૧૭,૭૭૧.૨૧ મેગાવોટ

રૂફટોપ સોલરથી ૬,૪૧૨.૮૦ મેગાવોટ

હાઇબ્રિડ પ્રોજેક્ટ્સથી ૧,૧૭૨.૩૮ મેગાવોટ

ઓફ-ગ્રીડ સિસ્ટમ્સ (PM-KUSUM સહિત)થી ૧૭૩.૦૧ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

સૂર્ય ગુજરાત અને PM સૂર્ય ઘર યોજનાનો ફાળો

રૂફટોપ સોલર ક્ષમતામાંથી:

  • 2,073.65 મેગાવોટ ક્ષમતા ‘સૂર્ય ગુજરાત યોજના’ હેઠળ
  • 1,913 મેગાવોટ ક્ષમતા PM સૂર્ય ઘર યોજના હેઠળ
  • 2,267.04 મેગાવોટ ક્ષમતા અન્ય યોજનાઓ હેઠળ સ્થાપિત થઈ છે.

આ પણ વાંચોઃ દ. ગુજરાતમાં આ સિઝનનો સરેરાશ વરસાદ 100 % ને પાર, જુઓ ક્યાં કેટલો નોંધાયો

2030 સુધી 100 GW રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય

ભારતે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગુજરાતે પણ 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 47 ગીગાવોટ સુધી પહોંચી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

free rooftop solar Gujarat Gujarat rooftop solar scheme Gujarat solar scheme

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ