બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સૌથી વધુ માઇલેજ કઈ કાર આપે? દરેક સેગમેન્ટમાં બેસ્ટ વિકલ્પ છે આ કાર, કિંમત માત્ર 3.70 લાખથી શરૂ

photo-story

7 ફોટો ગેલેરી

ઓટો / સૌથી વધુ માઇલેજ કઈ કાર આપે? દરેક સેગમેન્ટમાં બેસ્ટ વિકલ્પ છે આ કાર, કિંમત માત્ર 3.70 લાખથી શરૂ

Last Updated: 07:05 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓછા બજેટમાં CNG વાળી અલ્ટો K10 અને ડિઝાયર સૌથી સસ્તું માઇલેજ આપે છે, જ્યારે મધ્યમ અને પ્રીમિયમ સેગમેન્ટમાં ટોયોટાની સ્ટ્રોંગ હાઇબ્રિડ કારો આરામ અને ફ્યુઅલ એફિશિયન્સીનું સુંદર સંતુલન આપે છે. ચાલો તેના વિષે આજે જાણીએ.

1/7

photoStories-logo

1. વધુ માઇલેજ આપતી કાર

ઘણા પરિવારો માટે હવે સવાલ માત્ર એ નથી કે કઈ કાર સસ્તી છે પણ એ છે કે તેને દર મહિને ચલાવવામાં કેટલો ખર્ચ આવશે. રસપ્રદ વાત એ છે કે સૌથી વધુ માઇલેજ આપતી કાર હંમેશા સૌથી સસ્તી નથી હોતી. જેમાં અમુક સેગમેન્ટમાં CNG આગળ છે તો બીજામાં સ્ટ્રોંગ હાઇબ્રિડ વધુ સારું સંતુલન આપે છે. લક્ઝરી સેગમેન્ટમાં EV પેટ્રોલનો ઉપયોગ જ સમાપ્ત કરી દે છે. ચાલો જોઈએ દરેક સેગમેન્ટમાં સૌથી સારું માઇલેજ આપતી કારો વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એન્ટ્રી સેગમેન્ટ: મારુતિ સુઝુકી અલ્ટો K10

મારુતિ સુઝુકી અલ્ટો K10 ભારતની એન્ટ્રી-લેવલ કારોમાં સૌથી વધુ માઇલેજ આપનારી કારોમાંની એક છે. તેનું 1.0-લિટર K-સિરીઝ પેટ્રોલ એન્જિન AGS મોડલમાં 24.90 કિમી/લિટર સુધીનું માઇલેજ આપે છે. CNG વેરિયન્ટ તો લગભગ 33.40 કિમી/કિલોનું માઇલેજ આપે છે. પહેલી વાર કાર ખરીદનારા, શહેરમાં રોજ ચલાવનારા અને નાના પરિવારો માટે આલ્ટો K10 ઓછા રનિંગ કોસ્ટવાળી સારી પસંદગી ગણાય છે. પેટ્રોલ વેરિયન્ટ ચલાવવામાં સરળ છે જ્યારે રોજેરોજ વધુ ડ્રાઇવિંગ કરનારા માટે CNG વેરિયન્ટ વધુ ફાયદાકારક છે. એક નાની કોમ્પ્રોમાઇઝ બૂટ સ્પેસની છે – CNG સિલિન્ડરને કારણે સામાન મૂકવાની જગ્યા થોડી ઘટી જાય છે. જેમાં તેની કિંમત લગભગ 3.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. વેલ્યૂ સેગમેન્ટ: મારુતિ સુઝુકી ડિઝાયર

CNG 5 થી 10 લાખના સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ડિઝાયર CNG સૌથી વધુ માઇલેજ આપતી ફેમિલી કારમાં સામેલ છે. મારુતિના જણાવ્યા અનુસાર પેટ્રોલ મેન્યુઅલ 24.79 કિમી/લિટર, AMT 25.71 કિમી/લિટર અને CNG વેરિયન્ટ 33.73 કિમી/કિલોનું માઇલેજ આપે છે. ડિઝાયરની ખાસિયત એ છે કે સારું માઇલેજ આપવા છતાં તે સસ્તી સાદી કાર જેવી લાગતી નથી. જે ખરીદદારો એન્ટ્રી-લેવલ હેચબેકથી વધુ પ્રીમિયમ અનુભવ સાથે ઓછો રનિંગ ખર્ચ ઇચ્છે છે, તેમના માટે ડિઝાયર CNG મજબૂત ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. એક્ઝિક્યુટિવ સેગમેન્ટ: ટોયોટા અર્બન ક્રુઝર હાયરાઇડર

10 થી 20 લાખના સેગમેન્ટમાં ટોયોટા અર્બન ક્રુઝર હાયરાઇડર સૌથી વધુ માઇલેજ આપતી SUVમાંની એક છે. તેનું સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિયન્ટ 27.97 કિમી/લિટરનું માઇલેજ આપે છે, જ્યારે CNG વેરિયન્ટ 26.6 કિમી/કિલો આપે છે. સામાન્ય પેટ્રોલ મેન્યુઅલ પણ લગભગ 21.12 કિમી/લિટર આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. પ્રીમિયમ ઓપ્શન

હાયરાઇડર એવી થોડી SUVમાંની એક છે જેમાં ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ પેટ્રોલ, CNG કે સ્ટ્રોંગ હાઇબ્રિડમાંથી પસંદગી કરી શકે છે. શહેરમાં વધુ ડ્રાઇવિંગ કરનારા માટે સ્ટ્રોંગ હાઇબ્રિડ વધુ પ્રીમિયમ અને કન્ફર્ટેબલ ઓપ્શન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પ્રીમિયમ સેગમેન્ટ: ટોયોટા ઇન્નોવા હાયક્રોસ હાઇબ્રિડ

પ્રીમિયમ MPV સેગમેન્ટમાં ટોયોટા ઇન્નોવા હાયક્રોસ હાઇબ્રિડ માઇલેજના મામલે મજબૂત ઓપ્શન ગણાય છે. તેના હાઇબ્રિડ વેરિયન્ટ્સ લગભગ 22.16 કિમી/લિટરનું માઇલેજ આપે છે જે ત્રણ રોવાળી આટલી મોટી ફેમિલી કાર માટે ખૂબ સારી મનાય છે. હાયક્રોસની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્રીમિયમ MPV જેટલી જગ્યા, ઓટોમેટિક કાર જેવો કન્ફર્ટ અને અનેક નાની પેટ્રોલ SUV કરતાં વધુ સારું માઇલેજ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. તમારા માટે કઈ કાર યોગ્ય રહેશે?

જો તમારો મુખ્ય હેતુ રનિંગ કોસ્ટ ઓછી રાખવાનો હોય તો બજેટ અને વેલ્યૂ સેગમેન્ટમાં CNG હજુ પણ સૌથી વ્યવહારુ ઓપ્શન છે. અલ્ટો K10 CNG અને ડિઝાયર CNG ઓછી કિંમતમાં શાનદાર માઇલેજ આપે છે. જોકે બજેટ વધતાં સ્ટ્રોંગ હાઇબ્રિડ વધુ આકર્ષક બને છે. ટોયોટા હાયરાઇડર હાઇબ્રિડ અને ઇન્નોવા હાયક્રોસ હાઇબ્રિડ બતાવે છે કે સારી માઇલેજ મેળવવા માટે કન્ફર્ટ, પરફોર્મન્સ કે કેબિન સ્પેસ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું જરૂરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

low-budget CNG powered A Alto K10
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ