ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCના જેકેટ પહેરીને આવ્યાં અને 7 લાખના કેબલ ચોરી ગયા, અમદાવાદમાં ઝડપાયા 4 આરોપીઓ

ક્રાઈમ / AMCના જેકેટ પહેરીને આવ્યાં અને 7 લાખના કેબલ ચોરી ગયા, અમદાવાદમાં ઝડપાયા 4 આરોપીઓ

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 09:10 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કેબલ ચોરી કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 4થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની ઓળખ આપી BSNL ના વાયરની ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે.. મૂળ ઉત્તર પ્રદેશની ગેંગે એએમસીના જેકેટ પહેરી બલ બદલવાના બહાને ચોરી ને અંજામ આપતા હતા. વાસણા પોલીસે 4 નકલી એએમસી કર્મચારીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

7 લાખના કેબલની ચોરી કરી

ઉત્તર પ્રદેશની આ ગેંગે વાસણા બીએસએનએલ ઓફિસ પાસે લાખો રૂપિયાના કેબલની ચોરી માટે કોર્પોરેશનના કર્મચારી તરીકેનો વ્યસ્ત ધારણ કર્યો હતો અને ગણતરીના સમયમાં જ 7 લાખ રૂપિયા ના કોપરના વાયરની ચોરી કરી હતી પરંતુ bsnl ના કર્મચારીની સતર્કતાના કારણે આરોપીઓ મુદા માલ સાથે ભાગે તે પહેલા જ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં કેબલ અને ચોરી માટે વપરાયેલી ક્રેન સહિત 31 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે આરોપીઓ રવિ કાન્ત શર્મા,, વિષ્ણુ યાદવ,, જીતેશ યાદવ અને રાહુલ ભરવાડ ની ધરપકડ કરી છે.

15 થી વધુ માણસો કોર્પોરેશનના કર્મચારીના વેશમાં આવ્યાં

કેબલ ચોરી અંગે જ્યારે વાસણા પોલીસને માહિતી મળી ત્યારે તપાસ કરતા હકીકત સામે આવી કે, 15 થી વધુ માણસો કોર્પોરેશનના કર્મચારીના વેશમાં મુખ્ય રોડ પર કેબલ ની ચોરી કરી રહ્યા હતા. આરોપીઓએ 220 મીટરથી વધુનો અંદાજિત 7 લાખ રૂપિયાના વાયરની ચોરી કરી હતી.. પરંતુ પોલીસ સમયસર પહોંચી જતા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો : અમદાવાદમાં યુવકે વીડિયો કોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો, કાતરથી પગમાં અક્ષર લખાવડાવ્યો

રાહુલ ભરવાડ ચોરી માટે ગેંગ બોલાવી

તપાસમાં સામે આવ્યું કે રાહુલ ભરવાડ મૂળ અમદાવાદનો રહેવાસી છે અને અહીંયા પશુપાલનનું કામકાજ કરે છે પરંતુ દિલ્હી અને ઉત્તર પ્રદેશની કેબલ ચોરી કરતી ગેંગ સાથે તેના સંપર્કો હોવાથી ઉત્તર પ્રદેશની ગેંગને ચોરી કરવા માટે બોલાવી હતી. પરંતુ ગ્રાઉન્ડ પરની તમામ જરૂરિયાત એટલે કે કોર્પોરેશનના કર્મચારીનો ભેદ ધારણ કરવા માટેના જેકેટ, હેલ્મેટ, ટોર્ચ અને કેબલ ચોરી માટે હાઇડ્રા મશીન સહિતનો વ્યવસ્થા રાહુલ ભરવાડે કરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad news Gujarat Breaking News ahmedabad cable theft

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ