બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:13 PM, 17 August 2026
1/6
દોસ્તી કે પ્રેમના કોઈ પણ સંબંધોમાં સૌથી મોટી વસ્તુ ભરોસો છે. ભરોસો ન હોય તો કોઈ પણ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી. આપણે ઘણી વાર વિચારમાં પડી જઈએ છીએ કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં. શું તમે જાણો છો કે અંક જ્યોતિષની મદદથી કોઈ વ્યક્તિના સ્વભાવ અને વફાદારી વિશે ઘણું જાણી શકાય છે?
2/6
અંકશાસ્ત્ર મુજબ જન્મતારીખ આપણા વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ પાડે છે. જેમાં અમુક ખાસ તારીખે જન્મેલા લોકો એટલા વફાદાર અને સાચા હોય છે કે તમે તેમના પર આંખ બંધ કરીને ભરોસો મૂકી શકો. આજે આપણે એવા ત્રણ મૂળાંકવાળા લોકો વિશે વાત કરીશું જેઓ દોસ્તી અને રિશ્તાને દિલથી નિભાવે છે.
3/6
જેમનો જન્મ મહિનાની 2,11,20 કે 29 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 2 ગણાય છે. આ લોકો સ્વભાવથી ખૂબ ભાવુક અને સંવેદનશીલ હોય છે. તેમના માટે નજીકના સંબંધ સૌથી ઉપર હોય છે. તેઓ મિત્રોના દુઃખને પોતાનું સમજે છે. જો તમે ક્યારેક મુશ્કેલીમાં હો તો તેઓ તમને એકલા નહીં છોડે. તમારો હોસલો વધારવું અને દરેક પગલે સાથ આપવો – આ તેમની સૌથી મોટી ખૂબી છે.
4/6
જો કોઈનો જન્મ 6,15 કે 24 તારીખે થયો હોય તો તેમનો મૂળાંક 6 ગણાય છે. અંક જ્યોતિષ કહે છે કે આ લોકો પરિવાર અને મિત્રો માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમનામાં અદ્ભુત સમર્પણભાવ હોય છે. તેઓ પોતાના મિત્રોને પ્રોબ્લેમમાં જોવા સહન કરી શકતા નથી. સંબંધને લાંબા સમય સુધી કેવી રીતે સંભાળી રાખવું – આ વાત મૂળાંક 6વાળા લોકોને સારી રીતે ખબર હોય છે.
5/6
મહિનાની 9,18 કે 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આ લોકો નિડર, મોટા દિલવાળા અને બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહેનારા હોય છે. દોસ્તીના મામલે તેમની વફાદારીની મિસાલ આપી શકાય છે. જ્યારે પણ તેમના મિત્રો પર મોટું સંકટ આવે ત્યારે તેઓ પોતાની પૂરી તાકાત લગાડીને મદદ કરે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ