બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદમાં શખ્સે સસરા-સાળીને બોલાવીને ચોરાવ્યાં કરોડના હીરા, અમદાવાદ વેચવા જતાં ટ્રેનમાંથી ધરપકડ
Last Updated: 09:37 PM, 17 August 2026
બોટાદમાં કરોડોના હીરા ચોરીનો ભેદ ઉકેલ્યો. જમાઈએ સસરા અને સાળીને ચોરી કરવા બોટાદ બોલાવ્યા હતા. ત્રણેય ભેગા મળીને હીરા બજારમાં વેપારીના ત્યાંથી હીરા ભરેલ પેકેટ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે 8 કલાકમાં આરોપી સાથે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
ADVERTISEMENT
અડધા બંદ શટરમાંથી ઘુસીને 1 કરોડના હીરા ચોર્યા
પોલીસે આરોપી બચુ સાડમિયા , વિના જીલિયા અને સપના સાડમિયાની કરોડોના હીરાની ચોરી કેસમાં ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી એક પરિવારના સભ્યો છે જેમાં સસરા, અને જમાઈ ભેગા મળીને ગત્ત રવિવાર રોજ બોટાદ નીલમ કોમ્પલેક્ષ માં હીરા બજારમાં ચોરી કરવા નીકળ્યા હતા. બપોરના સમયે અડધું દુકાન શટર બંધ કરીને વેપારીઓ જમવા જતા હોય છે. જેનો લાભ ઉઠાવીને ત્રણેય આરોપી હીરા લે વેચ નો વેપાર કરતા વેપારી અશોક કણકોટિયા દુકાનમાં પ્રવેશ કરી દુકાન ટેબલ ખાના લોક ખોલીને 1437 કેરેટ ના અલગ અલગ પડીકા હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
રેલવે સ્ટેશનેથી આરોપીઓ ઝડપાયા
આ ચોરીના બનાવની જાણ પોલીસને થતા જ ટીમો બનાવીને આરોપી પકડવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે જ સીસીટીવી તપાસ માં મહિલા સહિત 3 આરોપી ફૂટેજ સામે આવ્યા..જે હીરાની ચોરી કરી એક રિક્ષા થી બોટાદ રેલવે સ્ટેશન ગયા હતા જ્યાં ટ્રેન મારફતે અમદાવાદ જવાના હતા. જોકે બોટાદ એસ.પી આ કેસની વિગત અમદાવાદ ગ્રામ્ય એસ.પી શેર કરી બાવળા થી ટ્રેન પસાર થવાની હતી..જોકે અમદાવાદ ગ્રામ્ય LCB અને બાવળા પોલીસ ટીમ દ્વારા ટ્રેન ની તપાસમાં કરતા ત્રણેય આરોપી તમામ મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બોટાદના શખ્સે સસરા-સાળીને ચોરી માટે બોલાવ્યાં
પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી વિના જીલિયા બોટાદમાં રહે છે. તેણે ચોરી કરવા માટે જામનગર થી સસરા બચું સાડમિયા અને સાળી સપના ને બોલાવ્યા હતા જ્યાં હીરા બજારમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જે આધારે ત્રણેય આરોપી ચોરી કરીને ટ્રેન મારફતે અમદાવાદ જઈ રહ્યા હતા..પણ બન્ને જિલ્લા પોલીસની યોગ્ય સંકલનના કારણે 7 કલાકમાં બાવળા રેલવે સ્ટેશન થી ત્રણેય ની ધરપકડ કરી ને ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.