બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં 23 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, ડિપ્રેશનની સીધી અસર નહીં, છતાં રાજ્યમાં વરસશે મેઘ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:38 PM, 17 August 2026
1/5
બંગાળની ખાડીમાં માત્ર ચાર દિવસમાં જ બીજું ડિપ્રેશન સર્જાઈ ગયું છે. હાલ આ સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં સક્રિય છે અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. હવામાનની વર્તમાન સ્થિતિ પરથી જોતાં આ ડિપ્રેશન સીધું ગુજરાત તરફ આવે તેવી સંભાવના ઓછી દેખાય છે. છતાં રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ કાયમ રહેવાની શક્યતા છે.
2/5
3/5
હવામાન વિભાગની આગાહી મુજબ 23 ઓગસ્ટ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. એટલે આગામી રવિવાર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે. ડિપ્રેશન સીધી અસર ન કરે તો પણ તેની આસપાસની હવામાન પ્રણાલીઓ અને ગુજરાત નજીકની સક્રિય સિસ્ટમોને કારણે વરસાદ ચાલુ રહી શકે છે.
4/5
દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં 17 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
5/5
આ સિવાય સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. એટલે ડિપ્રેશન ગુજરાત તરફ ન આવે છતાં રાજ્યમાં સક્રિય બીજા હવામાન સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ