ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ અને CNG નહીં મળે, ગુજરાતના આ શહેરમાં લાગુ પડાયો નિયમ
Last Updated: 10:21 PM, 17 August 2026
ADVERTISEMENT
રાજકોટના વાહનચાલકો માટે મોટા સમાચાર આવ્યાં છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ એક જાહેરનામું બહાર પાડ્યુ છે જે હેઠળ હવેથી વાહનની બંને બાજુ HSRP નંબર પ્લેટ ન હોઈ તેવા વાહનોને પેટ્રોલ-ડીઝલ કે ઈંધણ ન આપવાનો નિયમ કરાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલક તેમજ પેટ્રોલ પંપ સંચાલક સહિતના વિરુદ્ધ કાર્યવાહીની વાત પણ તેમણે કરી છે.
ADVERTISEMENT
પોલીસ કમિશનરે શું કહ્યું?
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, મોટા ભાગે સીસીટીવીથી મળતા ઈ-ચલણથી બચવા નંબર પ્લેટ કાઢી દેવામાં આવે છે અને ચેડાં કરવામાં આવે છે. HSRP રજીસ્ટ્રેશન નંબર વગરના વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર અને તાત્કાલિક જોખમ ઊભું કરે છે તેથી આવો નિયમ લાગુ કરાયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : AMCના જેકેટ પહેરીને આવ્યાં અને 7 લાખના કેબલ ચોરી ગયા, અમદાવાદમાં ઝડપાયા 4 આરોપીઓ
કેવા વાહનોને ઈંધણ નહીં મળે
ADVERTISEMENT
જે વાહનો પર નંબર પ્લેટ ન હોય અથવા નંબર પ્લેટ વળેલી હોય, કે દેખાતી ન અથવા તો માટી-કિચડથી ખરડાયેલી હોય તેવા વાહનોને ઈઁધણ આપવા પર પ્રતિબંધ મૂકાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT