ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ચમત્કાર કે સત્ય? રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાયલને સ્ટેજ પર બોલાવીને તેની હકીકત જણાવી, ખોલી હતી પરચી

હકીકત / ચમત્કાર કે સત્ય? રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાયલને સ્ટેજ પર બોલાવીને તેની હકીકત જણાવી, ખોલી હતી પરચી

Published By: Vishal Khamar

Last Updated: 05:19 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં બાબા બાગેશ્વરના યોજાયેલ દરબાર યોજાયો હતો. બાબા બાગેશ્વરે જેની પરચી ખોલી હતી.તે મહિલા સાથે વાતચીત કરતા મહિલાએ તમામ હકીકત જણાવી હતી.

ADVERTISEMENT

રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી એક મહિલાને સ્ટેજ પર બોલાવવાની ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. મહિલાનો દાવો છે કે બાબાએ માત્ર તેના ડ્રેસ કોડના આધારે તેને ઓળખીને સ્ટેજ પર બોલાવી હતી અને તેના પરિવાર વિશેની અનેક વિગતો પણ જણાવી હતી.

સતત બે દિવસથી બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપી

મહિલાએ જણાવ્યું કે તે સતત બે દિવસથી બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપી રહી હતી, પરંતુ તેનો વારો આવ્યો નહોતો. ત્રીજા દિવસે તેણે લાલ-મરૂન રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તેના નાના પુત્રએ બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું. બાબાએ આ ડ્રેસ કોડના આધારે તેને સ્ટેજ પર બોલાવી હતી.

બાબાએ તેના પરિવારની અનેક વ્યક્તિગત બાબતોનું વર્ણન કર્યું

મહિલાના જણાવ્યા અનુસાર, સ્ટેજ પર બોલાવ્યા બાદ બાબાએ તેના પરિવારની અનેક વ્યક્તિગત બાબતોનું વર્ણન કર્યું હતું. બાબાએ જણાવ્યું હતું કે તેમના પરિવારે તાજેતરમાં નવું ઘર ખરીદ્યું છે. સાથે જ મહિલાના પતિના ધંધા-રોજગાર સંબંધિત તેજી-મંદી વિશે પણ વાત કરી હતી.

મહિલાએ સ્ટેજ પર જ બાબાને રાખડી બાંધી

આ ઉપરાંત બાબાએ એ પણ જણાવ્યું કે મહિલા તેમના માટે રાખડી લઈને આવી છે. બાદમાં મહિલાએ સ્ટેજ પર જ બાબાને રાખડી બાંધી હતી. આ સમગ્ર ઘટનાએ હાજર ભક્તોમાં આશ્ચર્યનું વાતાવરણ સર્જ્યું હતું.

આ પણ વાંચોઃ ઉઘડતી નિશાળે જ મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન ભાડામાં કરાયો મોટો વધારો, જાણો કેટલો

ત્રીજા દિવસે મને ડ્રેસ કોડના આધારે બોલાવવામાં આવી

ઘટના અંગે મહિલાએ કહ્યું, "હું સતત બે દિવસથી બાબાના દરબારમાં જતી હતી, પરંતુ મારો વારો આવતો નહોતો. ત્રીજા દિવસે મને ડ્રેસ કોડના આધારે બોલાવવામાં આવી. બાબાએ મારા પરિવારની તમામ હકીકતો જણાવી હતી. અમારા પરિવાર વિશે આટલી બધી વાતો કોઈ અજાણ વ્યક્તિ જાણે, તે મારા માટે પ્રથમ વખતનો અનુભવ હતો."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Baba Bageshwar Rajkot News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ