ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઉઘડતી નિશાળે જ મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન ભાડામાં કરાયો મોટો વધારો, જાણો કેટલો

મોંઘવારીનો માર / ઉઘડતી નિશાળે જ મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન ભાડામાં કરાયો મોટો વધારો, જાણો કેટલો

Published By: Vishal Khamar

Last Updated: 04:49 PM, 8 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા પામ્યો છે. સ્કૂલો શરૂ થતાની સાથે જ વાલીઓ પર વધુ એક બોઝ આવી ગયો છે. સ્કૂલ વાન ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ શહેરના વાલીઓ પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે. સ્કૂલ વાન અને ઓટો રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતા વાલીઓની ચિંતા વધી છે.

સ્કૂલ વાન ભાડમાં વધારો કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ, ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાહન સંચાલકોના સંગઠન દ્વારા ભાડામાં સુધારો કરવામાં આવ્યો છે. નવા દરો મુજબ ઓટો રિક્ષાના ભાડામાં પ્રતિ વિદ્યાર્થી રૂ. 100નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સ્કૂલ વાનના ભાડામાં રૂ. 200નો વધારો કરવામાં આવ્યો છે.

એક કિલોમીટરે કેટલું ભાડુ વધ્યું

અગાઉ 1 કિલોમીટર સુધીના અંતર માટે સ્કૂલ રિક્ષાનું માસિક ભાડું રૂ. 750 લેવામાં આવતું હતું, જે હવે વધારીને રૂ. 850 કરવામાં આવ્યું છે. તે જ રીતે, સ્કૂલ વાન માટે 1 કિલોમીટર સુધીનું ભાડું અગાઉ રૂ. 1200 હતું, જે હવે વધારીને રૂ. 1400 કરવામાં આવ્યું છે.

ખર્ચમાં વધારો થતાં ભાડામાં વધારો કરવો અનિવાર્ય

વાહન સંચાલકોનું કહેવું છે કે સીએનજી, મેન્ટેનન્સ અને અન્ય ઓપરેશનલ ખર્ચમાં સતત વધારો થતાં ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો. બીજી તરફ, વાલીઓએ આ નિર્ણયને કારણે ઘરેલુ બજેટ પર વધારાનો ભાર પડવાનો હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચોઃ વડોદરામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

વાલીઓની મુશ્કેલીમાં વધારો

સ્કૂલો શરૂ થતાં જ શિક્ષણ ફી, પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય ખર્ચ વચ્ચે હવે વાહન ભાડામાં થયેલા વધારાએ વાલીઓની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad School Van Fare Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ