ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત
Last Updated: 03:53 PM, 8 June 2026
ADVERTISEMENT
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માતની ઘટના વડોદરા નજીક બની હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

પરિવાર દર્શન કરવા માટે ખાટું શ્યામ જઈ રહ્યો હતો
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, સેલવાસથી ખાટું શ્યામ દર્શન માટે જઈ રહેલો એક પરિવાર રસ્તા પર કાર ઊભી રાખીને કોઈ કારણસર સાઈડમાં ઉભો હતો. તે દરમિયાન પાછળથી આવી રહેલા આઈસર ટ્રકે ઊભેલી કારને જોરદાર ટક્કર મારી હતી.

ADVERTISEMENT
મૃતકોના નામ
ADVERTISEMENT
કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા
ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ADVERTISEMENT

પોલીસ અને બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી
ADVERTISEMENT
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ નવા વાડજની શ્યામ હાઈટ્સ સ્કીમનું RERA રજિસ્ટ્રેશન સસ્પેન્ડ, બુકિંગ અને વેચાણ પર પ્રતિબંધ
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વધતી સંખ્યાને કારણે માર્ગ સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો