બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:52 PM, 8 June 2026
સ્ટોક માર્કેટમાં કયો શેર ક્યારે કોને અમીર બનાવશે અને ક્યારે અચાનક કંગાળ ? તે કહેવું મુશ્કેલ છે. તેના અનેક ઉદાહરણો છે. જેમ કે HFCL શેર કંઈક આવું જ કરી રહ્યું હોય તેવું લાગે છે. આ શેર છેલ્લા 6 મહિનામાં રોકાણકારોના પૈસા બમણાથી વધુ કરી દીધા છે. હવે તે વારંવાર લો સર્કિટમાં આવી રહ્યો છે. બે દિવસમાં તેમાં 10%નો ઘટાડો થયો છે. આ સતત ઘટાડાથી રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે.
ADVERTISEMENT
સોમવારે શેરબજાર તીવ્ર ઘટાડા સાથે ખુલ્યું હતું. જેમાં સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. HFCL શેરને પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. તેના અગાઉન 187 રૂપિયાના બંધની તુલનામાં આ શેર 177 રૂપિયા પર ખુલ્યો હતો જે 5% લો સર્કિટ છે. આ સતત બીજા ટ્રેડિંગ દિવસે HFCL એ નીચા સર્કિટનો સામનો કર્યો છે. આ શેરના ભાવમાં ઘટાડો કંપનીના માર્કેટ વેલ્યુને પણ અસર કરી રહ્યો છે જે ઘટીને 25,660 કરોડ રૂપિયા થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
HFCL લિમિટેડ એક ટેલિકોમ કંપની છે. તે ઓપ્ટિકલ ફાઇબર કેબલ (OFC) બનાવે છે. તે બ્રોડબેન્ડ પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવાતા 4G અને 5G નેટવર્ક માટે ઇકવીપમેન્ટ પણ પૂરા પાડે છે. જેમાં વાયરલેસ એક્સેસ પોઈન્ટ, રાઉટર્સ અને નેટવર્કિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. HFCL લશ્કરી અને સુરક્ષા એજન્સીઓ માટે કોમ્યુનિકેશન સિસ્ટમ્સનું પણ ઓપરેટ કરે છે.
ADVERTISEMENT
બે દિવસથી લોઅર સર્કિટ પર જઈ રહેલો આ સ્ટોક એવા શેરોમાંનો એક છે જેને રોકાણકારોને ખૂબ જ ટૂંકા સમયમાં આમિર બનાવ્યા છે. આનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે માત્ર 6 મહિનામાં રોકાણકારોના પૈસા બમણાથી વધુ થઈ ગયા છે. આ દરમિયાન રોકાણકારોએ 168% વળતર મેળવ્યું છે, જે પ્રતિ શેર 111 રૂપિયાનો પ્રોફિટ કર્યો છે.
ADVERTISEMENT
HFCL શેરના રિટર્ન પર નજર કરીએ તો આ શેરે છેલ્લા 6 મહિનામાં ગયા વર્ષ કરતાં વધુ વળતર આપ્યું છે. એક જ વર્ષમાં આ સ્ટોક 93% કે 85 રૂપિયાનો વધારો થયો છે. 5 વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો 11 જૂન 2021 ના રોજ એક શેરનો ભાવ માત્ર 50 રૂપિયા હતો અને રોકાણકારોને 253% વળતર મળ્યું છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.