બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:08 AM, 8 June 2026
રવિવારે ભારત સહિત એશિયા ખંડના કેટલાક પ્રમુખ દેશોમાં ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા, જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. સેન્ટ્રલ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ પાડોશી દેશ ભૂટાન હતું. જો કે, તેનું અંતર ભારતની સરહદથી નજીક હોવાના કારણે ભારતના પૂર્વોત્તર રાજ્યો, ખાસ કરીને આસામમાં તેની પ્રચંડ અસર જોવા મળી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભૂટાનમાં કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને ભારત ઉપરાંત 3 અન્ય દેશો સુધી પહોંચ્યા હતા. પૂર્વોત્તર રાજ્ય આસામ આ ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક હિસ્સાઓમાં પણ ધરતી ધ્રૂજી હોવાના અહેવાલો મળ્યા છે. નેપાળ, ચીન અને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાં પણ આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા, જેના કારણે અનેક ઇમારતો હલી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એટલે કે 20 મે 2026 ના રોજ જાપાનના દક્ષિણ ભાગમાં આવેલા કાગોશિમા ક્ષેત્રમાં પણ 5.9 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તે સમયે પણ અનેક બહુમાળી ઇમારતો ધ્રૂજી ઉઠતા સ્થાનિક નાગરિકોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભૂગર્ભ વિજ્ઞાનીઓના મતે, આપણી ધરતીની અંદર મુખ્યત્વે 7 ટેક્ટોનિક પ્લેટ્સ (7 Plates) આવેલી છે, જે સતત અત્યંત ધીમી ગતિએ ગોળ-ગોળ ઘૂમી રહી છે. આ પ્લેટો ફરતા-ફરતા જે વિસ્તારોમાં એકબીજા સાથે સૌથી વધુ ટકરાય છે, તેને વિજ્ઞાનની ભાષામાં 'ફોલ્ટ લાઇન ઝોન' કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો વારંવાર અંદરોઅંદર અથડાય છે, ત્યારે તેના દબાણને કારણે પ્લેટોના ખૂણા વળવા લાગે છે. જ્યારે આંતરિક દબાણ (પ્રેશર) ઘણું વધારે વધી જાય છે, ત્યારે આ પ્લેટો અચાનક તૂટવા લાગે છે. પ્લેટો તૂટવાના કારણે ધરતીની અંદર રહેલી પ્રચંડ ઉર્જા (એનર્જી) બહાર આવવાનો રસ્તો શોધે છે. આ આંતરિક હલચલ અને ડિસ્ટર્બન્સના કારણે જ ધરતીની ઉપરની સપાટી ધ્રૂજી ઉઠે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ.
આ પણ વાંચોઃ T20 ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, 6 નવા ચહેરાઓની એન્ટ્રી; 5ની એક્ઝિટ
ADVERTISEMENT
ભૂકંપની તીવ્રતા માપવા માટે વૈશ્વિક સ્તરે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે, જેની ક્ષમતા નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવી છે.
ADVERTISEMENT
2.0 કે તેથી ઓછી તીવ્રતા: આ કેટેગરીના ભૂકંપને 'સૂક્ષ્મ' કે 'માઇક્રો ભૂકંપ' કહેવામાં આવે છે. મોટાભાગના સામાન્ય લોકો તેને અનુભવી પણ શકતા નથી.
4.5 કે તેથી વધુ તીવ્રતા: આ તીવ્રતાનો આંચકો નબળા મકાનો, ઇમારતો અને કાચા ઘરોને મોટું નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
7.0 કે તેથી વધુ તીવ્રતા: આ કેટેગરીના ભૂકંપને અત્યંત જોખમી અને વિનાશક માનવામાં આવે છે, જે મોટા શહેરોને પલભરમાં તબાહ કરી શકે છે. હાલમાં આવેલો 5.3 ની તીવ્રતાનો ભૂકંપ મધ્યમથી તીવ્ર શ્રેણીમાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.