બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:29 AM, 7 June 2026
ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. પસંદગીકારોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે તેમની નજર આગામી T20 વર્લ્ડ કપ અને 2028ના લોસ એન્જેલિસ ઓલિમ્પિક્સ પર છે. સૌથી મોટો નિર્ણય ટીમના નેતૃત્વને લઈને લેવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2026માં ભારતને ચેમ્પિયન બનાવનાર સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટનશિપમાંથી જ નહીં પરંતુ સમગ્ર ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શ્રેયસ અય્યર લાંબા સમયથી ભારતીય T20 ટીમની બહાર હતા. તેમણે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2023માં રમી હતી. જોકે, ઘરેલુ ક્રિકેટ અને IPLમાં સતત શાનદાર પ્રદર્શન કરીને તેમણે ફરી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું.IPL 2026માં શ્રેયસે 14 મેચમાં 498 રન બનાવ્યા હતા. ઉપરાંત, કેપ્ટન તરીકે તેમનો રેકોર્ડ પણ ખૂબ જ સારો રહ્યો છે. તેમની નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેમને સીધા ભારતીય ટીમની કમાન સોંપી છે.
ADVERTISEMENT
આ ટીમ પસંદગીમાં ઘણા મોટા ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. સૂર્યકુમાર યાદવ ઉપરાંત કુલદીપ યાદવ અને રિંકુ સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.બીજી તરફ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2026ની વિજેતા ટીમનો મહત્વનો ભાગ હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ થયેલી ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તેમાં વૈભવ સૂર્યવંશી, પ્રિન્સ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈનો સમાવેશ થાય છે. પસંદગીકારોનું માનવું છે કે આ ખેલાડીઓ આગામી વર્ષોમાં ભારતીય ક્રિકેટનું ભવિષ્ય બની શકે છે.
ADVERTISEMENT
યુવા બેટ્સમેન તિલક વર્માને ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તિલક વર્મા ભારતીય T20 ટીમના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાં સામેલ રહ્યા છે.આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ તેમને ભવિષ્યના નેતૃત્વ જૂથનો મહત્વનો ભાગ માને છે.
ADVERTISEMENT
ટીમ પસંદગીનું સૌથી મોટું આકર્ષણ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા હતા. વૈભવે 16 મેચમાં 776 રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી. તેમનો સ્ટ્રાઈક રેટ 237.30 રહ્યો હતો અને તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં 72 છગ્ગા ફટકાર્યા હતા. આ પ્રદર્શન IPLના ઇતિહાસના સૌથી વિસ્ફોટક પ્રદર્શનોમાંનું એક માનવામાં આવે છે. આ પહેલા પણ તેઓ અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે મેચ વિનર સાબિત થયા હતા.

યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે IPLમાં પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે તેમને પ્રથમ વખત ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચોઃ ''અભી વો બચ્ચા હૈ...'', વૈભવ સૂર્યવંશીના સિલેક્શન પર અગરકરે આવું કેમ કહ્યું?
કેપ્ટન: શ્રેયસ અય્યર
વાઈસ-કેપ્ટન: તિલક વર્મા
ટીમ: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT