ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, લેન્ડ અને લવ બાદ હવે ‘ફ્રેન્ડ જેહાદ’નો ખતરો
Last Updated: 11:06 PM, 6 June 2026
ADVERTISEMENT
ત્રણ વર્ષ અને ત્રણ દિવસ બાદ ફરી એકવાર રાજકોટની ધરતી પર પહોંચેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાના ત્રણ દિવસીય કથા કાર્યક્રમ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ મંતવ્ય વ્યક્ત કરતાં ચર્ચાનો વિષય સર્જ્યો છે. કથાના બીજા દિવસે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે ધર્માંતરણ, જેહાદ, રાજકારણ અને અંધશ્રદ્ધા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ અને તીખા નિવેદનો આપ્યા હતા.
ADVERTISEMENT
દેશમાં લેન્ડ જેહાદ,લવ જેહાદ બાદ હવે દોસ્ત જેહાદ શરૂ થયું
શાસ્ત્રીએ પોતાના વિચારો જણાવતા કહ્યું કે, દેશમાં અગાઉ લેન્ડ જેહાદ અને લવ જેહાદ જેવા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ હવે ‘દોસ્તી જેહાદ’ નામનો નવો ખતરો ઉભો થઈ રહ્યો છે. તેમણે ઉત્તર પ્રદેશમાં બનેલી એક હત્યાની ઘટનાનો ઉલ્લેખ કરતાં સમાજને સતર્ક રહેવાની અપીલ કરી હતી.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલ ધર્માંતરણને લઈ ચિંતા વ્યક્ત કરી
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્માંતરણ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવી સમયની માંગ છે અને તે માટે તેઓ ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને જનજાગૃતિ અભિયાન શરૂ કરશે.
ADVERTISEMENT
AIના જમાનામાં 'HI' એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂર”
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ વચ્ચે તેમણે ‘HI’ એટલે કે ‘હિન્દુ ઇન્ટેલિજન્સ’નો નવો સૂત્ર આપ્યો હતો. તેમણે હિન્દુ સમાજને આર્થિક અને સામાજિક રીતે વધુ સંગઠિત બનવાની અપીલ કરતાં જણાવ્યું કે સમાજના સમૃદ્ધ વર્ગે જરૂરિયાતમંદ પરિવારોને સહાય કરવી જોઈએ, જેથી તેઓ કોઈપણ પ્રકારના દબાણ અથવા લાલચના કારણે ધર્માંતરણ તરફ ન વળે.
ADVERTISEMENT
હું કોઇ રાજયોગી નથી હું તો ધર્મવકતા છું.
રાજકારણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે પોતાને માત્ર ધર્મવક્તા ગણાવતાં કહ્યું કે તેઓ કોઈ રાજકીય પદ અથવા ભૂમિકા સાથે સંકળાયેલા નથી. જોકે, તેમણે દેશની તમામ રાજકીય પાર્ટીઓને અહિંસાના માર્ગે ચાલવાની સલાહ આપી અને સત્તા માટે હિંસા કે અશાંતિને પ્રોત્સાહન ન આપવા પર ભાર મૂક્યો.
ADVERTISEMENT
કોઈ વ્યક્તિપૂજા કે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપતા નથી
પોતાના દિવ્ય દરબાર અને ચમત્કારો અંગે થતા અંધશ્રદ્ધાના આક્ષેપોનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે તેઓ કોઈ વ્યક્તિપૂજા કે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપતા નથી. લોકોમાં ભગવાન હનુમાન પ્રત્યે ભક્તિ અને આધ્યાત્મિકતા વધે તે જ તેમનો મુખ્ય હેતુ છે. વિરોધીઓ અંગે પણ તેમણે નરમ અભિગમ અપનાવતા કહ્યું કે ચર્ચા અને સંવાદ દ્વારા તમામ ગેરસમજો દૂર થઈ શકે છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખાતર વિતરણ માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં
આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે રાજકોટમાં ચાલી રહેલા આ ધાર્મિક મહોત્સવના અંતિમ દિવસે વિશેષ ‘દિવ્ય દરબાર’ યોજાશે, જેમાં શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કરી શકશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ નિવેદનો આગામી દિવસોમાં સામાજિક અને રાજકીય વર્તુળોમાં વધુ ચર્ચા અને પ્રતિસાદનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT