ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખાતર વિતરણ માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં

ગુજરાત / રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ખાતર વિતરણ માટે નવી ડિજિટલ વ્યવસ્થા અમલમાં

Published By: Vishal Khamar

Last Updated: 11:01 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં રાસાયણિક ખાતર વિતરણને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. સબસીડીયુક્ત ખાતર વિતરણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ADVERTISEMENT

રાજ્યમાં વારંવાર થતી ખાતર અછતની ફરિયાદોને પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવમાં આવ્યો છે. જેમાં હવે દરેક ખેડૂતે ખાતરની ખરીદી ઓનલાઈન કરવાની રહેશે જે માટે ખેડૂતે જમીનની તમામ વિગતોનો રેકોર્ડ ડીઝીટલ અપડેટ કરી ફાર્મર આઈ.ડી. જનરેટ કર્યું હશે એવા ખેડૂતોને જ આધારકાર્ડ ઓથેન્ટિકેશન દ્વારા એક ખેડૂતને પ્રતિમાસ 50 બેગ ખાતર આપવા અંગે સરકાર દ્વારા નક્કી કરવામાં અવ્યુ છે. સરકારના આ નિર્ણયથી હવે ખેડૂતોને સમયસર અને પુરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું છે

ખાતર ખરીદીની સરળ 5 પદ્ધતિ

ખેડૂતોને ખાતરની ખરીદી વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે સરકાર દ્વારા પાંચ સરળ પગલાં નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો FSAS એપ, વેબ પોર્ટલ, CSC કેન્દ્ર અથવા PACS મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરાંત, સહકારી મંડળી અથવા માન્ય ખાતર ડીલરની મદદથી પણ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. નોંધણી માટે આધાર કાર્ડ જરૂરી રહેશે, ત્યારબાદ ખેડૂતોએ પોતાની જમીન અને વાવેતર કરાયેલા પાકની વિગતો પસંદ કરવી પડશે. અંતે, જરૂરી ખાતરની જથ્થાની માંગણી નોંધાવીને અરજી સબમિટ કરી શકાશે, જેથી ખાતરનું વિતરણ વધુ વ્યવસ્થિત અને સમયસર થઈ શકે.

દુકાન પસંદ કરો

તમારા વિસ્તારની ઉપલબ્ધ ખાતરની દુકાન/મંડળી પસંદ કરો. નજીકની કોઈપણ દુકાન અથવા મંડળી પસંદ કરી શકો છો.

QR કોડ/ટોકન નંબર મેળવો

અરજી કર્યા પછી QR કોડ અથવા ટોકન નંબર મળશે. QR કોડ/ટોકન નંબર અરજી તારીખથી 2 દિવસ માટે માન્ય રહેશે. અરજીના દિવસે ખાતર ખરીદી શકાશે નહીં. અરજીના બીજા અથવા ત્રીજા દિવસે ખાતર ખરીદી શકાશે.

દુકાન પર જાઓ

અરજીના બીજા અથવા ત્રીજા દિવસે પસંદ કરેલી દુકાન/મંડળીમાં જાઓ. QR કોડ અથવા ટોકન નંબર બતાવો. બાયોમેટ્રિક ચકાસણી કરાવો. રિટેલર તમને મળવાપાત્ર ખાતરનો જથ્થો આપશે.

આ પણ વાંચોઃ અંબાજીમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના કરુણ મોત, બે સગા ભાઈઓ પણ સામેલ

ખાતર ખરીદો

મળવાપાત્ર સંપૂર્ણ જથ્થો અથવા જરૂર મુજબનો ભાગ ખરીદી શકો. જો ભાગમાં ખરીદી કરો તો બાકીના જથ્થાની માન્ય સમયગાળામાં ફરી ખરીદી કરી શકો. જો અરજી રદ ન થઈ હોય તો બાકીના જથ્થા માટે ફરી અરજી કરવાની જરૂર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Chemical Fertilizer Distribution Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ