ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના કરુણ મોત, બે સગા ભાઈઓ પણ સામેલ

દુઃખદ / અંબાજીમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના કરુણ મોત, બે સગા ભાઈઓ પણ સામેલ

Published By: Vishal Khamar

Last Updated: 11:23 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં 3 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બાળકો ડૂબ્યાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી.

ADVERTISEMENT

અંબાજી તાલુકામાં શનિવારે દુઃખદ ઘટના સામે આવી છે. રિછડી ગામના તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બાળકો રિછડી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા

મળતી માહિતી મુજબ, ત્રણેય બાળકો રિછડી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. દરમિયાન તળાવ ઊંડું હોવાને કારણે તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. બાળકો લાંબા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક લોકોને શંકા જતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ત્રણેય બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ ત્રણેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ અને સ્થાનિક તંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.

આ પણ વાંચોઃ અધિકારીઓના ડ્રેસમાં આવેલા લોકોએ કર્યું ડિમોલિશન, સ્થાનિકોમાં ભારે ગૂંચવણ

મૃતકોમાં બે બાળકો સગા ભાઈઓ

મૃતક બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, મૃતકોમાં બે બાળકો સગા ભાઈઓ હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આ કરુણ ઘટનાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha News Ambaji Banaskantha

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ