ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ભૂતિયા ડિમોલિશન! ભરૂચ બાદ સુરતમાં રહસ્યમય ડિમોલિશન, ધારાસભ્યએ તંત્ર પાસે માગી સ્પષ્ટતા

વિવાદ / ભૂતિયા ડિમોલિશન! ભરૂચ બાદ સુરતમાં રહસ્યમય ડિમોલિશન, ધારાસભ્યએ તંત્ર પાસે માગી સ્પષ્ટતા

Published By: Vishal Khamar

Last Updated: 07:52 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ચોક બજાર વિસ્તારમાં ડિમોલિશનનો વિવાદ વકર્યો છે. 106 મકાનોનું ડિમોલિશન કોણે કર્યું તે કોઈને ખબર જ નથી.

ADVERTISEMENT

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને વિવાદ વધુ વકર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 30 મે થી 1 જૂન દરમિયાન સતત ત્રણ દિવસ સુધી ડિમોલિશન ચાલ્યું હતું, જેમાં અંદાજે 106 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના કારણે લગભગ 100 જેટલા પરિવારો બેઘર બની રસ્તા પર આવી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અધિકારીઓના ડ્રેસમાં આવેલા લોકો દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યુંઃ સ્થાનિક

સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે અધિકારીઓના ડ્રેસમાં આવેલા લોકો દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યવાહી કયા વિભાગે કરી હતી તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. રહેવાસીઓના જણાવ્યા અનુસાર સમગ્ર કામગીરી દરમિયાન ચોક બજાર પોલીસ અને SOGના કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને મનપાના નામે પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.

ઘટનાને લઈને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો કાર્યવાહી સત્તાવાર હતી તો સંબંધિત વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ જાહેર નિવેદન કેમ આપવામાં આવ્યું નથી. સુરત મહાનગરપાલિકા તરફથી પણ ડિમોલિશન અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ ગંભીર સવાલો ઉઠાવ્યા

આ મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સંકલન બેઠકમાં મુદ્દો ઉઠાવીને પૂછ્યું હતું કે આખરે ડિમોલિશનની કાર્યવાહી કોણે કરી અને તેના માટે જવાબદાર કોણ છે. તેમણે સમગ્ર મામલાની પારદર્શક તપાસ કરવાની માંગ પણ કરી હોવાનું જાણવા મળે છે.

સ્થાનિકોમાં રોષ

બીજી તરફ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે કેટલાક બિલ્ડરોને લાભ પહોંચાડવાના હેતુથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હોઈ શકે છે. જોકે આ આક્ષેપોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો યથાવત છે અને અસરગ્રસ્ત પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે. ડિમોલિશનની સત્તાવાર જવાબદારી અને તેના કાનૂની આધાર અંગે સ્પષ્ટતા ન થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.

ધારાસભ્યએ શું કહ્યું

કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ તંત્ર પાસેથી સ્પષ્ટતા માગતા આ ભાંડો ફૂટ્યો છે.વિનુ મોરડિયાએ કહ્યું કે, તંત્રના અધિકારીઓ માત્ર રસ્તાની માપણીના કામ માટે ગયા હતા પણ ડિમોલિશનની કામગીરી SMCએ નથી કરી.જગ્યા ખાલી કરાવનાર અંગે તપાસ કરાઈ રહી હોવાનું તેમણે કહ્યું... ત્યારે ઉંઘતા તંત્ર વચ્ચે સામાન્ય જનતા કોના પર ભરોસો કરે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.

30 પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માંડવા ફળિયામાં તંત્રના નામે કેટલાક શખ્સોએ ગરીબ પરિવારોના આશ્રયસ્થાન પર બુલડોઝર ફેરવી દેતાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી અહીં વસવાટ કરતા આશરે 30 પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સમયે મોટાભાગના શ્રમિકો રોજગાર માટે બહાર ગયા હતા અને તેમની ગેરહાજરીમાં મકાનો ધરાશાયી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ DGP બાદ હવે અમદાવાદના CP કોણ બનશે? આ 4 મોટા નામ રેસમાં

સ્થાનિકોએ આક્ષેપ કર્યો

સરદાર પટેલ આવાસ યોજના હેઠળ બનાવાયેલા મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કામ પરથી પરત ફરેલા પરિવારો પોતાના ઘર ખંડેરમાં ફેરવાઈ ગયેલા જોઈ આઘાતમાં મુકાઈ ગયા હતા. પીડિતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્ય આરોપી બશીર અલી તેમજ JCB ડ્રાઇવરની ધરપકડ કરી છે. બીજી તરફ અસરગ્રસ્ત લોકોએ તેમના મકાનો ફરી બનાવી આપવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat news demolition controversy Surat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ