બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ''અભી વો બચ્ચા હૈ...'', વૈભવ સૂર્યવંશીના સિલેક્શન પર અગરકરે આવું કેમ કહ્યું?
Last Updated: 05:20 PM, 6 June 2026
વૈભવ સૂર્યવંશીનું 15 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમમાં સિલેકશન થયું છે. જેમાં IPLની ગત સીઝનમાં તો તેને ટોપના બોલરોને પણ ધોયા હતા. એવામાં ચર્ચા અને અટકળો વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડે વૈભવ સૂર્યવંશીને T20 ટીમમાં સિલેક્ટ કર્યો છે. આ દરમિયાન વૈભવની પસંદગી કરનારા મુખ્ય સિલેક્ટર અજિત અગરકરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો જેને તેની ઉંમરનો ઉલ્લેખ કરીને તેને ટાળવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
શનિવાર 6 જૂને BCCI ની મેન્સ સિલેકશન કમિટીની બેઠક મળી હતી જેમાં આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે T20 ટીમોની પસંદગી કરવામાં આવી.આ સિવાય એશિયન ગેમ્સ માટે T20 ટીમોની જાહેરાત કરવામાં આવી હતી અને વૈભવને ત્રણેય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે તે ભારતીય મેન્સ ટીમમાં પસંદગી પામનાર સૌથી યુવા પ્લેયર બન્યો છે. જેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. સચિનને પહેલી વાર 1989 માં ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે તે 16 વર્ષનો હતો.
ADVERTISEMENT

વૈભવે T20 ટીમમાં સ્થાન મેળવ્યું છે પરંતુ તેને ટેસ્ટ ફોર્મેટમાં જોવા પણ લોકો માંગે છે. પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જવાબમાં અગરકરે કહ્યું, "અમે તેને તે ફોર્મેટ માટે પસંદ કર્યો છે જેમાં તેને સારું પ્રદર્શન કર્યું છે. લાલ બોલ માટે હજુ તે નાનું છોકરું જ છે. પોતાની સફર શરૂ કરી જ રહ્યો છે. જયારે ડોમેસ્ટિક સિઝન શરૂ થશેઅને તે રેડ બોલ ક્રિકેટ રમશે અમે ત્યાં સુધી રાહ જોઈશું. આટલી ઉતાવળ કેમ?"
ADVERTISEMENT
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશી અગાઉ સફેદ બોલ ક્રિકેટમાં પોતાની બેટિંગ સ્કીલ બતાવી ચુક્યો છે. પરંતુ શું તે રેડ બોલ સામે ખુદને ટકાવી રાખી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જે ઘણી વખત પૂછવામાં આવે છે અને ક્રિટીક્સ પણ તેનો ઉલ્લેખ કરે છે. પરંતુ તેની નાની રેડ બોલના કરિયરમાં પણ વૈભવે પ્રભાવિત કર્યા છે. IPLમાં હિટ બનતા પહેલા તેને 2024 માં અંડર-19 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારી હતી. પણ તે રણજી ટ્રોફીમાં વધુ મેચ રમ્યો નથી. જેમાં આઠ મેચમાં તેને માત્ર 207 રન બનાવ્યા છે આ ફોર્મેટમાં પણ તેણે 90 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT