બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ સૌથી યુવા ક્રિકેટર એટલે વૈભવ સૂર્યવંશી, જેને IPLમાં પણ ડંકો વગાડ્યો
Last Updated: 03:21 PM, 6 June 2026
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેની શાનદાર રમતના આધારે પસંદગીકારોએ તેને સીધી ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ તેણે મહિલા ક્રિકેટર શેફાલી વર્મા અને ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
ADVERTISEMENT
આ પહેલાં ભારતીય ટીમ માટે સૌથી ઓછી ઉંમરે પસંદ થવાનો રેકોર્ડ શેફાલી વર્માના નામે હતો. શેફાલી જ્યારે પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદ થઈ હતી ત્યારે તેમની ઉંમર 15 વર્ષ અને 220 દિવસ હતી. જ્યારે પુરુષ ક્રિકેટમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેમની પસંદગી 16 વર્ષ અને 194 દિવસની ઉંમરે થઈ હતી. હવે વૈભવ પાસે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. જો તેને આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસ અથવા એશિયન ગેમ્સ દરમિયાન એક પણ મેચ રમવાની તક મળે તો તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની જશે. હાલમાં આ રેકોર્ડ શેફાલી વર્મા અને સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે.
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. નાની ઉંમરમાં જ તેણે મોટા બોલરો સામે નિર્ભય બેટિંગ કરી હતી, જેના કારણે પસંદગીકારોએ તેને આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટી20 શ્રેણી અને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. IPLમાં મળેલી સફળતા તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરવાજા ખોલવામાં મહત્વની સાબિત થઈ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, તો કેપ્ટન કોણ બન્યું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
ADVERTISEMENT
ભારતીય ટીમના નવા ટી20 કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે, જ્યારે તિલક વર્માને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
વૈભવ સૂર્યવંશીની પસંદગી ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. નાની ઉંમરમાં જ તેણે પોતાની પ્રતિભાથી ક્રિકેટ જગતમાં અલગ ઓળખ બનાવી છે અને હવે સમગ્ર દેશની નજર તેના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન પર રહેશે.
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઓછી ઉંમરે પસંદ થનારો ક્રિકેટર બન્યો છે, પરંતુ તે દુનિયાનો સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બની શકશે નહીં. આ રેકોર્ડ જર્સીની મહિલા ક્રિકેટર નિયા ચાર્લોટ ગ્રેગના નામે છે, જેમણે વર્ષ 2019માં માત્ર 11 વર્ષ અને 40 દિવસની ઉંમરે પોતાનું પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમના નામે સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે.
ADVERTISEMENT
પુરુષ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાનો રેકોર્ડ રોમાનિયાના મારિયન ગેરાસિમના નામે છે. તેમણે વર્ષ 2020માં માત્ર 14 વર્ષ અને 16 દિવસની ઉંમરે પોતાનું પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યું હતું. તેથી વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરે તો પણ દુનિયાનો સૌથી યુવા ક્રિકેટર બનવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકશે નહીં. જોકે, તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનવાની સિદ્ધિ હાંસલ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.