બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:12 PM, 6 June 2026
ફેમસ ટીવી શો "ભાભીજી ઘર પર હૈ" ની પૂર્વ હોસ્ટ શિલ્પા શિંદે હાલમાં એક મોટા વિવાદમાં ફસાઈ છે. તેને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેને શોના મેકર પર સેકસુઅલ હરેસમેન્ટનો ખોટો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને શિલ્પા શિંદે વિરુદ્ધ કેમ્પેઈન શરૂ કર્યું છે. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પણ મોટા પાયે આલોચના અને કાનૂની કાર્યવાહીની ધમકી છતા શિલ્પાનું વલણ અડગ છે. તેને સોશિયલ મીડિયા પર એક આક્રમક પોસ્ટ શેર કરીને તેના આલોચકો પર ખુલ્લો પડકાર ફેંક્યો કે "જે ઉખાડવું હોય તે ઉખાડી લો."

ADVERTISEMENT
જેમાં શિલ્પા શિંદેની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ચારે બાજુથી ઘેરાયેલી હોવા છતાં શિલ્પા શિંદે પીછે હટ કરવા તૈયાર નથી. શનિવારે તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ અને અમુક ફોટા શેર કર્યા હતા. જેમાં પોતાનો બચાવ કર્યો હતો. જેમાં તેને તેના ફોટાનું કેપ્શન આપ્યું કે "એક સ્ત્રી બનો! અને જે ઉખાડવું હોય તે ઉખાડી લો તે કહેવા માટે તૈયાર રહો" તેને એમ લખ્યું કે, "બળવાવાળા બળતા રહો, જરૂરિયાતમંદોને તમારું લોહી ન આપો, બાળી બાળીને ખતમ કરી નાખો"
ADVERTISEMENT
ત્યાર બાદ શિલ્પાએ બીજી પોસ્ટ શેર કરી, જેમાં તેને લખ્યું કે, "પોતાનું પીઆર કાર્ય કરતા રહો. પરંતુ આ બાબત વિશે ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો. સેકસુઅલ હરેસમેન્ટનો અર્થ એ છે કે કોઈપણ અનિચ્છનીય સેકસુઅલ વર્તન જે વ્યક્તિને અસ્વસ્થતા, ડર, અપમાન કે નારાજગી અનુભવે છે. અજાણતાં શારીરિક સંપર્ક, જાતીય ટિપ્પણીઓ કે મજાક, અયોગ્ય મેસેજ કે ફોટા, વારંવાર અનિચ્છનીય એડવાન્સ, સેકસુઅલ સ્ટિમ્યુલેશન ... આથી પોતાની બનાવટી થિયરી ફેલાવવાનું બંધ કરો. જાગો, ગ્રાહકો, જાગો."
ADVERTISEMENT
ADVERTISEMENT
શુક્રવારે, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ આ બાબતે એક સત્તાવાર નિવેદન આપ્યું હતું. જેમાં એસોસિએશને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે "ભાભીજી ઘર પર હૈ" ના મેક્સંસ જય કોહલી પર પ્રચાર માટે કે વિવાદ ઉકેલવા માટે સેકસુઅલ હરેસમેન્ટના ખોટા આરોપો લગાવવા એ સમગ્ર બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી માટે ગંભીર ચિંતાનો વિષય છે.
આ વિવાદના મૂળ 2016 માં છે. તે સમયે શિલ્પા શિંદેએ અચાનક ખૂબ જ ફેમસકોમેડી શો છોડી દીધો હતો અને મેકર પર માનસિક સતામણી, બાકી રકમ ન ચૂકવવી, સેટ પર ખરાબ વાતાવરણ બનાવવું અને સેકસુઅલ હરેસમેન્ટ સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. બાદમાં પરસ્પર સંમતિથી આ મામલો ઉકેલાઈ ગયો હતો.
એક વાતચીતમાં શિલ્પાએ યાદ કર્યું કે, જ્યારે તેને આ આરોપો લગાવ્યા હતા ત્યારે તેના મિત્રોએ તેને ચેતવણી આપી હતી કે તે શું કરી રહી છે. શિલ્પાએ હવે સ્પષ્ટતા કરી છે કે કોન્ટ્રાકટ વિવાદ ઉકેલવા માટે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને શો છોડ્યા બાદ તેને તેની કરિયર બચાવવા માટે આ પગલું ભરવાની ફરજ પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.