બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના પોલીસ સ્ટેશનમાં 'કિડ્સ પ્લે એરિયા' કેમ બિસ્માર હાલતમાં? કોણ જવાબદાર?
Last Updated: 02:11 PM, 13 June 2026
Ahmedabad : પોલીસ સ્ટેશન કે જ્યાં સામાન્ય નાગરિક પોતાની સમસ્યાનું સમાધાન શોધવા પહોંચે છે, પરંતુ નાનાં બાળકો માટે આ સ્થળ ઘણી વખત ભય અને ગભરાટનું કારણ બનતું હોય છે. આ માનસિકતા બદલવા માટે શહેરનાં કેટલાંક અત્યાધુનિક પોલીસ સ્ટેશનોમાં બાળકો માટે ખાસ ‘કિડ્સ પ્લે એરિયા’ તૈયાર કરવામાં આવ્યા હતા. રમકડાં, નાની કાર, વિવિધ મનોરંજક સાધનોથી સજ્જ આ પ્લે ઝોનનો હેતુ બાળકોને ખુશ રાખવાનો અને પોલીસ પ્રત્યેનો ભય દૂર કરવાનો હતો, જોકે આજે સ્થિતિ એવી છે કે આ જ કિડ્સ પ્લે એરિયા કબાડીના ગોડાઉન જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે. ધૂળથી ઢંકાયેલાં રમકડાં, તૂટેલી સામગ્રી અને જાળવણીના અભાવે પોલીસ સ્ટેશનની બાળમિત્ર પહેલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરનાં કેટલાંક પોલીસ સ્ટેશનમાં બાળકોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે મોટા ઉત્સાહ સાથે કિડ્સ પ્લે એરિયા તૈયાર કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા, પૂછપરછ કરવા અથવા અન્ય કોઈ કામસર આવતાં માતા-પિતાનાં બાળકો માટે આ પહેલ કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ બાળમિત્ર પહેલ જાળવણીના અભાવે પોતાની ચમક ગુમાવી ચૂકી છે. ક્યાંક તૂટેલાં રમકડાં, ક્યાંક ધૂળના થર અને ક્યાંક ખૂણામાં પડેલો સામાન કિડ્સ પ્લે એરિયાને કબાડી જેવી હાલતમાં ધકેલી રહ્યો છે, જેના કારણે હવે બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે બનાવાયેલી આ જગ્યા જ પ્રશ્નો ઊભા કરી રહી છે. તૂટેલાં રમકડાંથી બાળકોને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. ઉપરાંત ગંદકી અને બેદરકારીના કારણે બાળકોને ત્યાં રમવા દેવામાં પણ વાલીઓ અચકાય છે. આવા સંજોગોમાં કિડ્સ પ્લે એરિયાનો મૂળ હેતુ જ અધૂરો રહી જાય છે.

ADVERTISEMENT
બાળમિત્ર પહેલને બચાવવાની જરૂર
બાળકોને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવેલી આવી પહેલ સમાજમાં પોલીસની સકારાત્મક છબી ઊભી કરવામાં મદદરૂપ બની શકે છે, પરંતુ જો તેની જાળવણી નહીં થાય તો સારી પહેલ પણ ટીકાનો વિષય બની જાય છે. કિડ્સ પ્લે એરિયા માત્ર રમકડાંની જગ્યા નથી, પરંતુ તે પોલીસ અને સમાજ વચ્ચે વિશ્વાસનો એક નાનો, પરંતુ મહત્ત્વપૂર્ણ સેતુ છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ બિસમાર સ્થિતિ તરફ ધ્યાન આપે છે કે પછી બાળકો માટે બનાવાયેલી આ જગ્યા ખરેખર કિડ્સ પ્લે એરિયા કે કબાડી? બનીને જ રહી જાય છે.
ADVERTISEMENT

જવાબદારી નક્કી કરવાની જરૂર
ADVERTISEMENT
સવાલ એ છે કે, કિડ્સ પ્લે એરિયાની જાળવણીની જવાબદારી કોની છે? જો પોલીસ સ્ટેશનમાં આવી સુવિધા ઊભી કરવામાં આવી હોય તો તેની નિયમિત સફાઈ, તૂટેલાં રમકડાં બદલવા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમયાંતરે સમીક્ષા કરવી જરૂરી બની જાય છે. માત્ર નવી પહેલ શરૂ કરવાથી કામ પૂરું થતું નથી, પરંતુ તેને સતત જીવંત રાખવા માટે પણ તેટલી જ ગંભીરતા જરૂરી છે, નહીં તો બાળમિત્ર પહેલ પોલીસ સ્ટેશનના સંકલ્પના કાગળો અને ભાષણો સુધી જ સીમિત રહી જશે.

ADVERTISEMENT
ડીસીપી, ઝોન-8 મયૂર પાટીલે જણાવ્યું હતું કે, શહેરનાં કેટલાંક પોલીસ સ્ટેશનમાં કિડ્સ પ્લે એરિયા બિસમાર હાલતમાં છે. રામોલ પોલીસ સ્ટેશનમાં પણ આવી હાલત હોવાની જાણ થયા બાદ હવે તેની તપાસ કરીશું અને મારા ઝોનમાં આવતાં તમામ પોલીસ સ્ટેશનના કિડ્સ એરિયા સુવ્યવસ્થિત રાખવાની હું ખાતરી આપું છું.
આ પણ વાંચો : સિમ સ્વેપિંગથી જ્વેલર્સના માલિકના એકાઉન્ટમાંથી ₹83.37 લાખની ઉચાપત
ADVERTISEMENT
શું કરવું જરૂરી?
કિડ્સ પ્લે એરિયાનો હેતુ શું હતો?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.