બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એવાં તો પરિપત્ર...! આપણે તો ફાયરના સાધનોથી જ મૂર્તિ ધોઈશું! કાંતિ અમૃતિયા કેમ વિવાદમાં?
Last Updated: 02:59 PM, 13 June 2026
Morbi Kanti Amrutiya : મોરબીમાં ફાયરના નિયમોનો સરેઆમ ઉલાળિયો થયો હોવાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા એક કાર્યક્રમ દરમિયાન શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓની સફાઈ કરતા જોવા મળ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય માત્ર સફાઈનો નહીં પરંતુ તેમાં ઉપયોગમાં લેવાયેલા ફાયર વિભાગના સાધનોનો બની ગયો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ વાયરલ વીડિયોમાં પ્રતિમાઓની સફાઈ માટે ફાયર વિભાગના સાધનોનો ઉપયોગ થતો દેખાતો હોવાના દાવા સાથે લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકારી નિયમો અને પરિપત્રોના પાલન અંગે પણ સવાલો ઉભા થયા છે. કારણ કે એવી ચર્ચા થઈ રહી છે કે, ફાયર વિભાગના સાધનોનો ઉપયોગ સામાન્ય રીતે આગ જેવી ઇમરજન્સી પરિસ્થિતિઓ માટે જ મર્યાદિત હોવો જોઈએ.
ADVERTISEMENT
મોરબીમાં શહીદ ભગતસિંહ-આંબેડકરની પ્રતિમાઓની ફાયરના સાધનોથી સાફ સફાઇ કેટલી યોગ્ય?#Morbi #KantiAmrutia #FireSafety #BhagatSingh #Ambedkar #GujaratNews #ViralVideo #PublicIssue #VTVDigital pic.twitter.com/zceQSkuOHr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2026
આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વહીવટી અને ચૂંટાયેલા પદાધિકારીઓની હાજરી પણ નોંધાઈ હતી. જેમાં મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, નાયબ કમિશનર સહિતના આગેવાનો હાજર હોવાનું સામે આવ્યું છે. જોકે વાયરલ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા એવો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે,જો નિયમો હોય તો તેનો અમલ સૌ માટે સમાન રીતે થવો જોઈએ કે નહીં.
ADVERTISEMENT

આ પણ વાંચો : સિમ સ્વેપિંગથી જ્વેલર્સના માલિકના એકાઉન્ટમાંથી ₹83.37 લાખની ઉચાપત
ADVERTISEMENT
હાલ વાયરલ થયેલો વીડિયો અંદાજે બે દિવસ જૂનો હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા અથવા જવાબદારી અંગેની સ્થિતિ સામે આવવાની રાહ જોવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.