બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:09 AM, 15 June 2026
Stock Market Rally: સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે વિશ્વભરના શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. જાપાન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ સહિતના એશિયન બજારોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે, જ્યારે ભારતીય શેરબજાર માટે મહત્વપૂર્ણ ગણાતા ગિફ્ટ નિફ્ટીમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરાર અંગેની જાહેરાત બાદ વૈશ્વિક રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે, જેના કારણે બજારોમાં સકારાત્મક માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT

વાસ્તવમાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરારની જાહેરાત કરતા જ વૈશ્વિક નાણાકીય બજારોમાં તેની અસર જોવા મળી હતી. ટ્રમ્પે અગાઉ પણ ઈરાન સાથે વહેલી તકે કરાર થવાના સંકેતો આપ્યા હતા, પરંતુ હવે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને સત્તાવાર જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો છે અને હોર્મુઝ સ્ટ્રેટને અનિયંત્રિત રીતે ખોલવા તથા અમેરિકન નૌકાદળની નાકાબંધી તાત્કાલિક દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે વિશ્વભરના જહાજોને તેલ પુરવઠો ફરી શરૂ કરવા પણ અપીલ કરી હતી.
ADVERTISEMENT
આ જાહેરાતની સૌથી મોટી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળી. ટ્રેડિંગ શરૂ થતાં જ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો અને તે 83 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચ્યો. બીજી તરફ WTI ક્રૂડ પણ 80 ડોલર આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો. તેલના ભાવમાં ઘટાડો વૈશ્વિક અર્થતંત્ર માટે સકારાત્મક માનવામાં આવે છે, જેના કારણે રોકાણકારોની ખરીદીમાં વધારો થયો છે.
ADVERTISEMENT

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન બજારોમાં તેજી જોવા મળી હતી, જ્યારે સોમવારે ખુલતા જ એશિયન બજારોમાં પણ મજબૂત વધારો નોંધાયો હતો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 3,500થી વધુ પોઈન્ટ અથવા લગભગ 5.50 ટકા વધીને 69,593 પર ટ્રેડ થઈ રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ પણ 130 પોઈન્ટના વધારા સાથે આગળ વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 430 પોઈન્ટ અથવા 5.40 ટકા વધીને 8,552 પર પહોંચ્યો હતો.
ADVERTISEMENT
એશિયન બજારોમાંથી મળતા આ સકારાત્મક સંકેતો ભારતીય શેરબજારમાં પણ જોરદાર તેજીનો સંકેત આપી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી માટે મુખ્ય સૂચક માનવામાં આવતા ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 400 પોઈન્ટનો વધારો નોંધાયો છે અને તે 24,000ના સ્તરને પાર કરી ગયો છે. બજાર નિષ્ણાતોના મતે, વૈશ્વિક સ્તરે વધેલા વિશ્વાસ અને ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ ભારતીય બજાર માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે ભારતીય શેરબજારમાં પણ મજબૂત તેજી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,695 પોઈન્ટના જંગી વધારા સાથે 75,527.95 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 461 પોઈન્ટના ઉછાળા સાથે 23,622.90 પર બંધ રહ્યો હતો. જોકે, શેરબજારમાં રોકાણ હંમેશા જોખમને આધીન હોય છે, તેથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા બજાર નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી માનવામાં આવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.