બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / બંગાળમાં ખેલા હોબે! ક્ષેત્રીય પાર્ટી NCPIમાં સામેલ થશે TMCના બાગી સાંસદો, NDAને આપશે સપોર્ટ

નેશનલ / બંગાળમાં ખેલા હોબે! ક્ષેત્રીય પાર્ટી NCPIમાં સામેલ થશે TMCના બાગી સાંસદો, NDAને આપશે સપોર્ટ

Ajitsinh Jadeja

Last Updated: 08:53 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMC: બંગાળમાં ચૂંટણીમાં હાર બાદથી ચાલી રહેલી ટીએમસીની અંદરની નારાજગી હવે ધીમે ધીમે સામે આવી રહી છે.

TMC: બંગાળમાં ચૂંટણીમાં હાર બાદથી ચાલી રહેલી ટીએમસીની અંદરની નારાજગી હવે ધીમે ધીમે સામે આવી રહી છે. ઘણા બળવાખોર સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને લગભગ બે કલાક સુધી રોકાયા. આ બેઠકને ટીએમસીમાં વધતી જતી અસંતોષ અને સંભવિત રાજકીય રણનીતિના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકરને પણ મળ્યા હતા.

રવિવારે દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને ટીએમસીના અનેક અગ્રણી સાંસદો ભેગા થયા હતા. તેઓ લગભગ બે કલાક ત્યાં રહ્યા હતા. આ સાંસદોને પાર્ટીમાં બળવાખોર માનવામાં આવે છે. આ બેઠકથી રાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ બાબતે ટિપ્પણી કરતા કહ્યું કે ઘમંડ અને અત્યાચારે પાર્ટીને બર્બાદીના આ માર્ગે પહોચાડી છે. દરમિયાન અભિષેક બેનર્જીએ આ સમગ્ર ઘટના અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે.

બળવાખોર ટીએમસી સાંસદો પ્રાદેશિક પક્ષ નેશનલિસ્ટ સિટિજન પાર્ટી ઓફ ઈન્ડિયામાં વીલય કરી રહ્યા છે અને પછી એનડીએને સમર્થન આપશે. કાકોલી ઘોષ, સુદીપ બંદોપાધ્યાય અને શતાબ્દી રોય સહિત અનેક બળવાખોર નેતાઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) પશ્ચિમ બંગાળમાં સૌથી મોટી પાર્ટી રહી છે. મમતા બેનર્જી તેના નેતા છે અને 15 વર્ષ બંગાળમાં સત્તા સંભાળી છે. પાર્ટીમાં કેટલાક નેતાઓ ઘણા સમયથી અસંતુષ્ટ છે. આ નેતાઓ પાર્ટીના વર્તન અને ચોક્કસ નિર્ણયોથી નાખુશ છે. અત્યાર સુધી આ અસંતોષ આંતરિક રહ્યો હતો, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ આંતરિક કલેહ ખુલીને સામે આવ્યો છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા બાદ બળવાખોર ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો હતો કે એઆઇટીસીના 20 સાંસદોએ અલગથી બેસવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આ સંખ્યા પાર્ટીની કુલ તાકાતના બે તૃતીયાંશ કરતાં વધુ છે. કાકોલીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમનું જૂથ નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા માં વીલય થઇ રહ્યું છે અને વડા પ્રધાનના નેતૃત્વમાં એનડીએ સાથે મળીને કામ કરશે.

સુદીપ બંદોપાધ્યાયે કહ્યું, "અમે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટીમાં ભળી ગયા છીએ"

બળવાખોર ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયે દાવો કર્યો છે કે તેમનું જૂથ નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટીમાં વિલય થયું છે. તેમણે કહ્યું કે તે એક માન્ય પ્રાદેશિક રાજકીય પક્ષ છે અને તેમનુ જૂથ તેમાં ભળી ગયું છે. સુદીપે એમ પણ કહ્યું કે હવે કોર્ટ નક્કી કરશે કે વાસ્તવિક ટીએમસી કોણ છે.

VTV ADD

આ પણ વાંચોઃ National / MPમાં મોટી દુર્ઘટના, અફવાને કારણે ટ્રેનમાંથી કૂદ્યા પ્રવાસીઓ, બીજી ટ્રેનની અડફેટે આવતા 6 લોકોના મોત

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ શું કહ્યું?

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે ટીએમસી એક મહિનામાં વિખેરાઈ જશે. તેમણે કહ્યું કે ઘણા પાર્ટી નેતાઓ હવે અલગ અલગ રસ્તાઓ શોધી રહ્યા છે અને એક વરિષ્ઠ નેતા પણ દિલ્હીમાં સક્રિય છે. તેમણે પોતાના ભાષણમાં ટીએમસી પર ઘમંડ, ભ્રષ્ટાચાર અને અત્યાચારનો આરોપ લગાવ્યો અને પાર્ટીના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા કર્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mamata Banerjee TMC West Bengal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ