ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નગરપાલિકામાં નોકરી મેળવવાની તક હાથમાંથી જવા ન દેતા, વધુ વિગત વાંચવા ક્લિક કરો

Bharti 2026 / નગરપાલિકામાં નોકરી મેળવવાની તક હાથમાંથી જવા ન દેતા, વધુ વિગત વાંચવા ક્લિક કરો

Published By: Vishal Khamar

Last Updated: 03:16 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરમગામ નગરપાલિકા ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે વિવિધ પોસ્ટોની વિગતો, જરૂરી શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, કાર્યસ્થળ, અરજી પ્રક્રિયા અને પગાર ધોરણ સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી અવશ્ય વાંચવા.

ADVERTISEMENT

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 યોજના હેઠળ વિરમગામ નગરપાલિકાએ કરાર આધારિત સિટી મેનેજરની ભરતી માટે જાહેરાત જાહેર કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, સિટી મેનેજર ની એક જગ્યા માટે 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 15 દિવસની અંદર અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે B.E./B.Tech. (સિવિલ અથવા એન્વાયરમેન્ટ), તેમજ M.E./M.Tech. (સિવિલ અથવા એન્વાયરમેન્ટ) ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવાર પાસે ડિગ્રી પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછો એક વર્ષનો સંબંધિત ક્ષેત્રનો અનુભવ હોવો આવશ્યક છે.

પગાર અને નોકરીનો પ્રકાર

પસંદગી પામનાર ઉમેદવારને 11 માસના કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. આ પદ માટે દર મહિને ₹30,000 નો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

અરજી માટે મહત્વની સૂચના

ઉમેદવારોએ અરજી કરતા પહેલાં ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપેલી તમામ શરતો અને લાયકાતો ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે. અરજી નિર્ધારિત સમયમર્યાદામાં જ સ્વીકારવામાં આવશે. સરકારી ક્ષેત્રમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે.

અરજી કેવી રીતે કરવી

  • રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોએ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ સાથે રજિસ્ટર એડી અથવા
  • સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાની રહેશે
  • ઉમેદવારોએ ચીફ ઓફિસર, વિરમગામ નગરપાલિકા, માંડલ રોડ, મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે, વિરમગામ, તા.વિરમગામ, જિલ્લો
  • અમદાવાદ, પીન કોડ નંબર - 382150ને મોકલી આપવાની રહેશે.

આ પણ વાંચોઃ 60 લાખના સોના સાથે એકની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ

ઉમેદવારોને ધ્યાન રાખવા જેવી બાબતો

  • ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાત તથા ઉંમરના પુરાવાની પ્રમાણિત નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે.
  • અધૂરી વિગત ધરાવતી તથા સમય મર્યાદા બહાર આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં
  • ઉમેદવાર ભવિષ્યમાં કાયમી થવાનો હક દાવો કરી શકશે નહીં
  • ભરતી અંગેની તમામ સત્તાના અબાધિત અધિકારો વિરમગામ નગરપાલિકાના રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Job news Viramgam Nagarpalika Bharti 2026 Viramgam Municipality City Manager Recruitment 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ