ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 60 લાખના સોના સાથે એકની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ

કાર્યવાહી / 60 લાખના સોના સાથે એકની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ

Published By: Vishal Khamar

Last Updated: 01:39 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે. શારજાહથી આવેલા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે સોના સાથે ધરપકડ કરી છે.

ADVERTISEMENT

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કરતાં એક મુસાફરની ધરપકડ કરી છે. આરોપી શારજાહથી અમદાવાદ આવ્યો હતો અને તેની પાસેથી અંદાજે 60 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

શારજાહથી આવેલા મુસાફર પાસેથી મળ્યું સોનું

માહિતી અનુસાર, શંકાસ્પદ હલચલને આધારે કસ્ટમ અધિકારીઓએ મુસાફરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સોનાને ખાસ પ્રકારના હૂકના આકારમાં તૈયાર કરીને છુપાવ્યું હતું, જેથી સુરક્ષા તપાસમાં તે ઝડપાઈ ન જાય.

કસ્ટમ વિભાગે 60 લાખના સોના સાથે 1ની ધરપકડ કરી

કસ્ટમ વિભાગે જપ્ત કરાયેલા સોનાને કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સોનાની દાણચોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાણ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોપી સોનાના હૂક બનાવીને કરતો હતો તસ્કરી

અધિકારીઓએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ તેની ડિલિવરી કોને થવાની હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિમાન દુર્ઘટનાએ પુત્ર તો છીનવ્યો, પરંતુ બાદમાં આવ્યું જીવનનું અજાણ્યું સત્ય

કસ્ટમ વિભાગે ગુનો નોંધીને શરૂ કરી તપાસ

કસ્ટમ વિભાગના જણાવ્યા મુજબ, એરપોર્ટ પર દાણચોરી અટકાવવા માટે સતત ચેકિંગ અને નજર રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહીને કારણે દાણચોરો સામે કડક સંદેશો ગયો હોવાનું માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Airport Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ