બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત પાકિસ્તાન મેચ પહેલા હેન્ડશેક વિવાદ પર ભડકી હરમનપ્રીત કૌર, આપ્યો સણસણતો જવાબ
Last Updated: 04:08 PM, 14 June 2026
ભારતીય ટીમ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાન સામે પોતાના કેમ્પેઈનની શરૂઆત કરશે. આ બંને ટીમોના પ્લેયર્સ ખેલાડીઓ 14 જૂને બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યોજાનારી મેચ માટે સંપૂર્ણરીતે તૈયાર છે. જેમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા હાથ મિલાવવાના વિવાદ અંગેના પ્રશ્નનો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે સ્પષ્ટ જવાબ આપ્યો.
ADVERTISEMENT
જ્યારે એક પત્રકાર દ્વારા આ મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે હરમનપ્રીતએ કહ્યું, "અમે અહીં ક્રિકેટ રમવા માટે છીએ. તમે આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો?" હવે હરમનપ્રીતનો જવાબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ભારતીય કેપ્ટને સ્પષ્ટરીતે સંકેત આપ્યો કે ટીમનું ફોકસ ટુર્નામેન્ટ અને મેદાન પરના પર્ફોમ પર છે મેદાનની બહારની બાબતો પર નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા આ બંને દેશોના પ્લેયર્સ વચ્ચે હાથ મિલાવવા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ હરમનપ્રીતે આ મુદ્દાને કમ આંક્યો અને ક્રિકેટ પર ફોકસ કરવાનું કહ્યું હતું.
Harmanpreet Kaur on whatever India will do Handshake with Pakistan or not. pic.twitter.com/fPvkIz3HL2
— Qamar. (@Qamar5618) June 13, 2026
ADVERTISEMENT
2025 એશિયા કપ દરમિયાન આ ઉગ્ર ચર્ચામાં આવ્યો હતો. એ વખતે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે મેચ દરમિયાન કે બાદમાં પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. આ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપમાં પણ ભારતીય પ્લેયર્સે પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. અગાઉ મહિલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન પણ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.

ADVERTISEMENT
ઉલ્પાલેખીય છે કે, પાકિસ્તાન સામે મહિલા T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે કુલ 16 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં ભારતે 13 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને માત્ર 3 જ જીતી છે.
ADVERTISEMENT
અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કોઈ મેચ ટાઈ થઈ નથી કે કોઈ મેચ ડ્રો થઈ નથી. આ દરમિયાન આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં, ભારત અને પાકિસ્તાન 8 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમે 6 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 2 મેચ જીતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.