બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:06 PM, 14 June 2026
જો તમે અડધી રાત્રે અચાનક તમારા ફોનમાં ઇમરજન્સી એલર્ટ રિંગથી પરેશાન છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. કેમ કે, સરકારે સેલ બ્રોડકાસ્ટ સર્વિસ (CBS) ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સલાહને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે, તાજેતરમાં ઘણા લોકોને મોડી રાત્રે તેમના ફોન પર ઇમરજન્સી એલર્ટ મળતી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા અને ટીકા થઈ રહી હતી. હાલમાં સેવાની ટેક્નિકલ અને ફંક્શનલ રીવ્યુ ચાલી રહી છે. જેને ફરીથી શરૂ કરવાની શક્યતા છે.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની ભલામણ બાદ સેલ બ્રોડકાસ્ટ સેવાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓ અનુસાર, હાલમાં સિસ્ટમની ટેક્નિકલ અને ફંક્શનલ રીવ્યુ ચાલી રહી છે. પણ કામચલાઉ સસ્પેન્શન માટે કોઈ સ્પષ્ટ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. જેમાં સંબંધિત એજન્સીઓ તપાસ કરી રહી છે કે સિસ્ટમની ફંક્શનાલીટીમાં કોઈ સુધારા કે ફેરફારોની જરૂર છે કે નહીં. જેમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય NDMA ના આગામી નિર્દેશો અને રીવ્યુ રિપોર્ટ પર આધારિત હશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સેલ બ્રોડકાસ્ટ સર્વિસ દેશભરમાં ઇમરજન્સી એલર્ટઓ પ્રસારિત કરવા માટે બનાવવામાં આવી હતી. આ ટેકનોલોજી દ્વારા પુર, ભૂકંપ, ચક્રવાત, સુરક્ષા જોખમો કે બીજી ઇમરજન્સી દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તાત્કાલિક મેસેજ મોકલવામાં આવે છે. તેની મુખ્ય વિશેષતા એ છે કે તે સ્ટાન્ડર્ડ SMS સિસ્ટમ પર આધાર રાખતી નથી અને એકસાથે મોટી સંખ્યામાં મોબાઇલ યુઝર્સને માહિતી પહોંચાડી શકે છે. તેનાથી તેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મહત્વનું માનવામાં આવે છે. જેમાં સરકારનો ઉદ્દેશ્ય આ સિસ્ટમથી લોકોને સમયસર એલર્ટન આપીને જાનમાલનું નુકસાન ઓછું કરવાનો છે.
ADVERTISEMENT
ભારત સરકારે મે મહિનામાં નેશનવાઈડ સેલ બ્રોડકાસ્ટ સર્વિસ શરૂ કરી હતી. આ પ્રોજેક્ટ ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) દ્વારા NDMA અને ગૃહ મંત્રાલયના સહયોગથી બનાવવામાં આવ્યો હતો. જેના લોન્ચ સમયે યુનિયન કોમ્યુનીકેશન મીનીસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સીસ્ટમમાં એક મોટો ફેરફાર ગણાવ્યો હતો. તેમના મતે આ ટેકનોલોજી ડિઝાસ્ટર બાદ માત્ર પ્રતિક્રિયા આપવા પૂરતી મર્યાદિત નથી પરંતુ લોકોને વહેલુ એલર્ટ આપીને જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિસ્ટમ ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકે છે અને મોબાઇલ સ્ક્રીન પર પ્રાયોરિટીવાળા પોપ-અપ એલર્ટ અને લાઉડ વોર્નિંગ સાઉન્ડ સાથે મેસેજ મોકલી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.