બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:12 PM, 11 June 2026
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જૂનિયર સિલેક્શન કમિટીએ ગુરુવારે મોટો નિર્ણય લેતા આગામી શ્રીલંકા પ્રવાસ માટે ભારતની અંડર-19 વનડે અને મલ્ટી-ડે (ટેસ્ટ) બંને ટીમોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. શરત શ્રીધરનની આગેવાની હેઠળની આ કમિટીએ વનડે ટીમમાં જે 15 સભ્યોની પસંદગી કરી છે, તેમાં સૌથી મોટું અને આકર્ષક નામ અન્વય દ્રવિડનું છે. અન્વય ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડનો નાનો પુત્ર છે. તેનો મોટો ભાઈ સમિત દ્રવિડ કર્ણાટક તરફથી અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે, પરંતુ દ્રવિડ પરિવારમાંથી નેશનલ લેવલે ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમની જર્સી પહેરનારો અન્વય પ્રથમ ખેલાડી બન્યો છે.
ADVERTISEMENT
અન્વય દ્રવિડની આ પસંદગી કોઈ ભલામણથી નહીં પરંતુ તેના ઘરેલું ક્રિકેટના દમદાર પ્રદર્શનના આધારે થઈ છે. તાજેતરમાં રમાયેલી પ્રતિષ્ઠિત 'વીનુ માંકડ ટ્રોફી' માં અન્વયે કર્ણાટક અંડર-19 ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી અને ટીમને શાનદાર રમત સાથે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચાડી હતી. આ ટૂર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં તેણે કુલ 220 રન બનાવ્યા હતા. તેની સૌથી યાદગાર મેચ હિમાચલ પ્રદેશ સામેની હતી, જ્યાં ભારે દબાણ વચ્ચે રન ચેઝ કરતી વખતે અન્વયે અણનમ 82 રનની મજબૂત ઇનિંગ રમીને કર્ણાટકને રોમાંચક જીત અપાવી હતી. આ સિવાય તે અગાઉ અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પણ શાનદાર સદી ફટકારીને સેલેક્ટર્સની નજરમાં આવી ગયો હતો.
ADVERTISEMENT
🚨 News 🚨
— BCCI (@BCCI) June 11, 2026
India Men's U19 squads for Sri Lanka series announced.
More Details 🔽https://t.co/tGJ7FRywxK
ADVERTISEMENT
નેશનલ સેલેક્ટર્સ આ શ્રીલંકા પ્રવાસને આગામી અંડર-19 વર્લ્ડ કપના નવા રાઉન્ડ અને રોડમેપની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. અન્વય દ્રવિડની ઉંમર હાલમાં માત્ર 17 વર્ષની છે, જેના કારણે તે આગામી 2 વર્ષ બાદ રમાનારા અંડર-19 વર્લ્ડ કપ 2028 માટે પણ પૂર્ણ રીતે પાત્ર (Eligible) રહેશે. આથી, શ્રીલંકાની મુશ્કેલ પિચો અને પરિસ્થિતિઓ પર મળનારો આ આંતરરાષ્ટ્રીય અનુભવ તેના ક્રિકેટ કરિયર અને ડેવલપમેન્ટ માટે અત્યંત મહત્વનો સાબિત થશે.
ભારતીય અંડર-19 ટીમ જૂનના અંતિમ સપ્તાહમાં શ્રીલંકા જવા રવાના થશે. જ્યાં મધ્ય પ્રદેશના યશવર્ધન સિંહ ચૌહાણ ટીમના કેપ્ટન હશે, જ્યારે લક્ષ્ય રાયચંદાનીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમમાં અન્વય દ્રવિડ અને રજત બઘેલના રૂપમાં બે મુખ્ય વિકેટકીપરોને સ્થાન મળ્યું છે. વનડે સિરીઝ પૂરી થયા બાદ મલ્ટી-ડે મેચો રમાશે, જેના માટે અલગ ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સાગર વિર્ક, લક્ષ્ય રાયચંદાની (ઉપકેપ્ટન), યશવર્ધન સિંહ ચૌહાણ (કેપ્ટન), વિનીત વીકે, અર્જુન રાજપૂત, કુશાગ્ર ઓઝા, રજત બઘેલ (વિકેટકીપર), અન્વય દ્રવિડ (વિકેટકીપર), અનમોલજીત સિંહ, વુતકુરી યશવીર ગૌડ, રોહિત અનિલ યાદવ, શાવિન વી, કાવ્યા પરેશ પટેલ, મોહિત ઉલવા અને ઈશાન સૂદ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.