બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:39 PM, 11 June 2026
અમેરિકાની સેનાના અટેકથી 3 ભારતીય નાગરિકોના મોત થયા છે. મિડલ ઈસ્ટમાં કોન્ફ્લિક્ટના કારણે ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા 'સેટેબેલો' (MT Settebello) ટેન્કર પર હુમલા કરવામાં આવ્યા હતા. આ અટેકમાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. હવે આ ખબરને કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટર સર્વાનંદ સોનોવાલે પણ કંફર્મ કરી છે.
ADVERTISEMENT
જ્યારે ગલ્ફ ઓફ ઓમાનમાંથી પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર 'સેટેબેલો' પસાર થઈ રહ્યું હતું ત્યારે આ અમેરિકા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાના દાવા મુજબ આ જહાજે તેમના બ્લૉકેડનું ઉલ્લંઘન કર્યું હતું આથી તેની પર અટેક કરવામાં આવ્યો હતો. અમેરિકાના આ અટેક બાદ જહાજના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ હતી. આથી લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે આ અંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, "MT Settebello પર થયેલી આ દુઃખદ ઘટના વિશે જાણીને ખૂબ જ આઘાત લાગ્યો છે. જે ત્રણ ભારતીય ખલાસીઓ ગુમ હતા તેમના મૃતદેહ મળી આવ્યા છે અને તેમની ઓળખ થઈ ગઈ છે. આ આપણી મેરીટાઇમ ફેમિલી માટે એક મોટી ખોટ છે. મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્તોની સાથે મજબૂત રીતે ઉભી છે અને તેમના સંબંધીઓને મદદ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે."
Sarbananda Sonowal, Union Cabinet Minister, Ministry of Ports, Shipping and Waterways, tweets, "It is deeply unfortunate to learn of the tragic incident aboard the Palau-flagged MT Settebello. Sadly, three Indian seafarers initially reported missing are now confirmed dead after… pic.twitter.com/95zGxMJ7mj
— ANI (@ANI) June 11, 2026
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ અટેકમાં 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને જહાજ પરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલ તમામને હવે ભારત પરત લાવવા માટેની પ્રોસેસ શરૂ થઇ ગઈ છે. આ સિવાય મૃતકોના પાર્થિવ દેહને તુરંત ભારત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Our statement on the attack on a commercial vessel off the coast of Oman ⬇️https://t.co/w405oJsHmZ pic.twitter.com/m0U3U81hQn
— Randhir Jaiswal (@MEAIndia) June 10, 2026
ADVERTISEMENT
ભારતે આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે યુએસ નેવી દ્વારા 24 ભારતીયો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ક્ષેત્રમાં શિપિંગ પરના હુમલા ખૂબ જ ચિંતાજનક છે અને આ રીઝનમાં ચાલી રહેલા સંઘર્ષનું સીધું પરિણામ છે. અમે તણાવ ઓછો કરવા માટે અમારી માંગને રીટરેટ કરીએ છીએ." આ ઘટના બાદ ભારતે દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'એફેયર્સ જેસન મીક્સને બોલાવી વિરોધ નોંધાવ્યો છે.
ADVERTISEMENT
એવામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે બાદમાં જહાજ પરના હુમલાને સ્વીકારતા કહ્યું હતું કે, આ જહાજે ઈરાનથી ઓઇલ પરિવહન કરવાનો પ્રયાસ કરીને ઈરાની બંદરો પર ચાલી રહેલા યુએસ નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું. આથી એક યુદ્ધ વિમાને ઓમાનના ગલ્ફમાં ટેન્કર પર અટેક કર્યો હતો. એ લોકો અમેરિકન ફોર્સના નિર્દેશોનું પાલન નહતા કરી રહ્યા આથી અટેક કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.