બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 1.88 લાખ વાહનચાલકો પાસેથી રૂ. 5.21 કરોડનો દંડ વસૂલાયો

ગુજરાત / ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 1.88 લાખ વાહનચાલકો પાસેથી રૂ. 5.21 કરોડનો દંડ વસૂલાયો

Priykant Shrimali

Last Updated: 12:32 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Helmet Drive : દંડ વસૂલવો એ લક્ષ્ય નથી, નાગરિકોની જિંદગી બચાવવી એ અમારો સંકલ્પ છે: રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિક

Gujarat Helmet Drive : ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી.

આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકે જણાવ્યું કે, દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે. માર્ગ સુરક્ષા એ માત્ર પોલીસની જ નહીં, આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્યના તમામ નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી જવાબદાર નાગરિક બને તેવી અપીલ કરું છું.

માર્ગ અકસ્માતોના અનેક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, માત્ર એક હેલ્મેટ પહેરવાના કારણે વાહનચાલકનો જીવ આબાદ બચી ગયો હોય. જ્યારે અનેક કિસ્સાઓમાં "જો હેલ્મેટ પહેર્યું હોત, તો આજે આપણો વ્હાલસોયો સ્વજન જીવિત હોત..." તેવો કાયમી વસવસો પરિવારે આજીવન ભોગવવો પડે છે. ગુજરાત પોલીસ નથી ઈચ્છતી કે કોઈ પણ પરિવાર આવો આઘાત સહન કરે. પોલીસ દ્વારા અવારનવાર એવી પણ ડ્રાઈવ કરાય છે જેમાં નિયમભંગ કરનારને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ કે હેલ્મેટ આપીને તેનું મહત્વ સમજાવવામાં આવે છે.

આ પણ વાંચો : VIDEO : 'ગેટ આઉટ, ગેટ આઉટ' ઘાટલોડિયાની IDP સ્કૂલને 'પાવર ચડ્યો'વાલીનું અપમાન કર્યું

ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે સમાન છે તે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને નિયમભંગ કરનારા 5,123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. 16.58 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યભરમાં યોજાયેલી આ ઝુંબેશમાં સરકારી અધિકારી કર્મચારીઓ સહિત કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. 5.21 કરોડની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Road Safety Harsh Sanghavi Helmet Drive Gujarat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ