બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / એક્ટર પરાગ ત્યાગી સ્મશાન ઘાટ પહોંચ્યો, આત્મા સાથે વાત કર્યાનો દાવો, વીડિયો શેર કર્યો

મનોરંજન / એક્ટર પરાગ ત્યાગી સ્મશાન ઘાટ પહોંચ્યો, આત્મા સાથે વાત કર્યાનો દાવો, વીડિયો શેર કર્યો

Ajitsinh Jadeja

Last Updated: 06:56 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TV News: શેફાલી જરીવાલાનું 27 જૂન 2025 ના અવસાન થયું હતું, અને હવે લગભગ એક વર્ષ પછી પરાગ ત્યાગી સ્મશાન ઘાટ પહોચ્યા હતા.

TV News: શેફાલી જરીવાલાનું 27 જૂન 2025 ના અવસાન થયું હતું, અને હવે લગભગ એક વર્ષ પછી પરાગ ત્યાગી સ્મશાન ઘાટ પહોચ્યા હતા. તેણે ત્યા ઊર્જા અનુભવવાનો અને આત્માઓ સાથે વાત કરવાનો દાવો કર્યો હતો. તેમણે કેટલીક ગતિવિધિઓ પણ જોઈ હતી અને પીપળાના ઝાડ પર એક સફેદ ચહેરો જોવાનો દાવો કર્યો હતો.

અભિનેતા પરાગ ત્યાગીએ તાજેતરમાં સ્મશાનભૂમિનો એક વીડિયો શેર કર્યો હતો, જેનાથી ચાહકો ચોંકી ગયા છે. અભિનેતાએ ત્યાં ઊર્જા અનુભવવાનો અને ઝાડ પર કંઈક જોવાનો દાવો કર્યો હતો, જેનાથી તેની સાથે બેઠેલી વ્યક્તિ ડરી ગઈ હતી. પરાગ ત્યાગીએ પણ સ્મશાનભૂમિ પર આત્માઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને એવું કહેતા જોવા મળ્યા હતા કે તે કોઈને તકલીફ આપવા માટે ત્યાં આવ્યા નથી. નોંધનીય છે કે પરાગ ત્યાગીની પત્ની અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂન 2025 ના અવસાન થયું હતું, અને ત્યારથી તે અભિનેતા આઘાતમાં છે.

પરાગ ત્યાગી ઘણીવાર શેફાલી જરીવાલા અને તેની યાદો વિશે તેના પોડકાસ્ટમાં વાત કરે છે. જોકે તાજેતરમાં તેઓ એક સ્મશાનઘાટ પહોચ્યા હતા, જ્યાં તેણે દાવો કર્યો હતો કે તેણે થોડી ઉર્જા અને આત્માનો અનુભવ કર્યો હતો. તેના રુવાટા ઉભા થઇ ગયા હતા, જે અભિનેતાએ એક વીડિયોમાં પણ દેખાડ્યુ છે.

પરાગ ત્યાગીએ સ્મશાનભૂમિનો એક વીડિયો શેર કર્યો

પરાગ ત્યાગીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્મશાનભૂમિની એક વીડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં તે કહે છે, "અહીં એક સ્મશાનભૂમિ છે. અમે ત્યાં ચાલી રહ્યા છીએ. મને ઉર્જાનો અનુભવ થવા લાગ્યો છે. જુઓ અહીં કેટલી શાંતિ છે. હું ખૂબ જ હળવાશ અનુભવી રહ્યો છું." એટલામાં, કંઈક ઉડી ક્રોસ કરે છે, અને પરાગ થોભી જાય છે. તે કહે છે, "ભાઈ, તે શું હતું? આ જુઓ, આ જુઓ." પછી ટોચના પ્રકાશમાં તે ઝાડ પર કંઈક બતાવે છે. વિડિઓ રેકોર્ડ કરનાર વ્યક્તિ પણ ગભરાઈ જાય છે અને કહે છે કે તે ઝાડ પર બેઠેલી સ્પષ્ટ દેખાય છે.

વિચિત્ર અવાજો અને વિચિત્ર પ્રવૃત્તિ દેખાઇ

પરાગ ત્યાગીએ પણ સ્મશાનઘાટ પર વિચિત્ર અવાજો સાંભળ્યા હોવાનો દાવો કર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે કોઈ અજીબ એક્ટિવીટી ઈ હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે પીપળાના ઝાડ પાસે ઉર્જાનો અનુભવ કર્યો હતો. જ્યારે તે તેની નજીક પહોંચ્યો, ત્યારે તેણે અચાનક કોઈનો ચહેરો જોયો, અને તે ચોંકી ગયો. પછી તેણે હાથ જોડીને આત્માઓને કહ્યું કે તે અહીં કોઈને તકલીફ આપવા આવ્યો નથી. તેઓ સુખેથી અને શાંતિથી રહે. તે ફક્ત એક્સપ્લોર કરવા આવ્યો હતો.

ચાહકો ચોંકી ગયા, પરંતુ સુશાંત સિંહ રાજપૂત વિશે વિનંતી કરી

પરાગ ત્યાગીના વીડિયો પર ચાહકો તરફથી અસંખ્ય ટિપ્પણીઓ મળી. ઘણા લોકોએ પરાગની હિંમતની પ્રશંસા કરી, તો અન્ય લોકોએ તેને સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટની મુલાકાત લેવાની વિનંતી કરી જ્યાં તેનું મૃત્યુ થયું. ઘણા ચાહકોએ આ વિનંતી કરી, અને પરાગે જવાબ આપ્યો, કહ્યું કે તે શ્રેષ્ઠ પ્રયાસ કરશે, પરંતુ મુંબઈમાં આવી ચીજો કરતા પહેલા પરવાનગી જરૂરી છે.

VTV ADD

આ પણ વાંચોઃ મનોરંજન / કોરિયોગ્રાફરો પાસે પણ કામના બદલામા થઇ હતી ગંદી ડિમાન્ડ, મોટો ખુલાસો

શું શેફાલી પર કાળો જાદુ કરવામાં આવ્યો હતો? પરાગ ત્યાગીએ આ કહ્યું

પરાગ ત્યાગી વિશે વાત કરીએ તો તેણે તેની પત્ની શેફાલીના મૃત્યુ પછી તેણે એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે તેના પર કાળો જાદુ કરવામાં આવ્યો હતો. તેમણે પોડકાસ્ટ પર કહ્યું, "તમને ખબર છે, ઘણા લોકો આ બાબતોમાં માનતા નથી, પણ હું તેમાં દૃઢ વિશ્વાસ રાખું છું. જ્યાં ભગવાન છે, ત્યાં શેતાન પણ છે. અને તમે જાણો છો, લોકો પોતાના દુ:ખથી દુઃખી નથી થતા, તેઓ બીજાના સુખથી દુઃખી થાય છે. મને એવું નથી લાગતું, હું જાણું છું કે કોઈએ આવું કર્યું છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Parag Tyagi Cemetery Shefali Jariwala
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ