બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:39 PM, 10 June 2026
ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. બાજરી મકાઇ જુવાર ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો છે. જેનાથી ખેડૂત દીઠ મર્યાદામાં 75 ટકા નો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રાજ્ય સરકારનો નિર્ણય ટેકાના ભાવે ખરીદ મર્યાદા વધારી છે. હવે બાજરીની ખરીદી મર્યાદા પ્રતિ ખેડૂત 2000 કિલોગ્રામથી વધારી 3500 કિલોગ્રામ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ નિર્ણય માટે અન્ન નાગરિક પુરવઠા અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચોઃ ખેડૂતોને તાર ફેન્સિંગ માટે મળતી સહાયની શરતોમાં ફેરફાર, સુધારેલી માર્ગદર્શિકા જાહેર
ADVERTISEMENT
ગુજરાત સરકારનો બીજો મહત્વનો નિર્ણય
નવી જોગવાઈ મુજબ હવે તાર ફેન્સિંગ યોજના હેઠળ સહાય મેળવવા માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય ગણાશે. અગાઉ ખેડૂતો 2 હેક્ટર સુધીના વિસ્તાર માટે ક્લસ્ટર બનાવી સહાય મેળવવા પાત્ર હતા, પરંતુ તાજેતરના સુધારા બાદ આ મર્યાદા ઘટાડવામાં આવી છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોને તાર ફેન્સિંગ માટે રનિંગ મીટર દીઠ રૂ. 300 અથવા કુલ ખર્ચના 40 ટકા પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય આપવામાં આવશે. આ નિર્ણયનો હેતુ વધુ ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
મહત્વની બાબત એ છે કે, હવે જૂના તારના વાડના સમારકામ અથવા મરામત માટે કોઈ સહાય આપવામાં આવશે નહીં. યોજના હેઠળ માત્ર નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે જ આર્થિક સહાય ઉપલબ્ધ રહેશે. એટલે કે ખેડૂતોને નવી વાડ ઊભી કરવા માટે જ સરકારની સહાયનો લાભ મળશે. રાજ્ય સરકારના આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ ખેતી પાકને નુકસાન પહોંચાડતા રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષા પૂરી પાડવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.