બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દમદાર લુક, પાવરફુલ એન્જિન, TVS લાવી રહ્યું છે 160 સીસીનું સ્કૂટર, જાણો ખાસિયતો

ઓટો / દમદાર લુક, પાવરફુલ એન્જિન, TVS લાવી રહ્યું છે 160 સીસીનું સ્કૂટર, જાણો ખાસિયતો

Nirav Kumar

Last Updated: 05:25 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પ્રીમિયમ સ્કૂટર્સની માંગ સતત વધી રહી છે. એવામાં TVS નવા પ્રોજેક્ટ દ્વારા પ્રીમિયમ સ્કૂટર માર્કેટમાં મજબૂત પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે.જેમાં X ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઉપયોગમાં લેવાતી અનેક એડવાન્સ સુવિધાઓ આ કંપની સમાવેશ કરી શકે છે.

ભારતીય સ્કૂટર માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે. જેમાં ગ્રાહકો હવે માત્ર માઇલેજ પર જ નહીં પરંતુ પાવર, સ્ટાઇલ અને એડવાન્સ સુવિધાઓ પર પણ ફોક્સ કરી રહ્યા છે. આથી કંપનીઓ એવા મોડેલો પર કામ કરી રહી છે જે ભવિષ્યમાં સ્કૂટર બજારને બદલી શકે છે. TVS તેમાંનું એક છે. જેમાં TVS મોટર કંપની એક નવા સ્કૂટર પર કામ કરી રહી છે જે તેને પ્રીમિયમ મેક્સી-સ્કૂટર સેગમેન્ટમાં પ્રવેશ અપાવશે. આ કંપની એક સંપૂર્ણપણે નવું 160cc મેક્સી-સ્કૂટર પ્લેટફોર્મ બનાવી રહી છે જે વર્તમાન Ntorq રેન્જથી નોંધપાત્ર રીતે અલગ હશે.

મીડિયા અહેવાલ મુજબ TVSનું આ નવું સ્કૂટર 160cc સેગમેન્ટમાં આવશે અને તેમાં એક નવું લિક્વિડ-કૂલ્ડ એન્જિન આવી શકે છે. જે વર્તમાન Ntorq સ્કૂટરમાં વપરાતા એર-કૂલ્ડ એન્જિનથી અલગ હશે. એવું મનાય છે કે કંપની આ નવા પ્રોજેક્ટ દ્વારા પ્રીમિયમ સ્કૂટર માર્કેટમાં મજબૂત પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે.

  • વધી રહી છે પ્રીમિયમ સ્કૂટર્સની માંગ

હાલમાં 110cc અને 125cc એન્જિન સેગમેન્ટ્સ દ્વારા પ્રભુત્વ ધરાવે છે જે સ્થિતિ આગામી વર્ષોમાં બદલાશે. ભારતમાં પ્રીમિયમ સ્કૂટર્સની માંગ સતત વધી રહી છે. ભવિષ્યમાં આ સેગમેન્ટમાં સ્પર્ધા વધુ તીવ્ર બનવાની તૈયારી છે. માર્કેટમાં પહેલેથી જ ઉપલબ્ધ Yamaha Aerox 155 અને Hero Xoom 160 સિવાય Honda તેનું નવું સ્કૂટર, Honda ADV160 પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય Yamaha NMax 155 પણ ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે. તેનાથી ગ્રાહકોને વધુ સારા અને અલગ સ્કૂટર્સ ઓફર કરવા માટે બધી કંપનીઓ પર પ્રેશર વધી રહ્યું છે.

vtv hiring (2)

તાજેતરમાં લોન્ચ થયેલ TVS Ntorq 150 મોટાભાગે Ntorq 125 ના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. એવું જાણવા મળ્યું છે કે નવું 160cc સ્કૂટર સંપૂર્ણરીતે નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. તેમાં મોટા 14-ઇંચ વ્હીલ્સ અને 14 થી 15 હોર્સપાવર વચ્ચે પાવર આઉટપુટ આવી શકે છે. પણ કંપનીએ હજુ સુધી ઓફિશિયલ રીતે આ વાતની પુષ્ટિ કરી નથી.

હાલમાં તે સ્પષ્ટ નથી કે TVS તેનું નવું સ્કૂટર કેવી રીતે રજૂ કરશે. તે એક સ્પોર્ટી અને એડવેન્ચર મોડેલ હોઈ શકે છે. જેમાં મોટા વ્હીલ્સ, ભારે એન્જિન અને TVS ની એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ સુવિધાઓ હશે. એવું મનાય છે કે તે કનેક્ટેડ ટેકનોલોજી અને સ્માર્ટ ફીચર પર ફોક્સ કરશે. કંપની TVS X ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઉપયોગમાં લેવાતી અનેક એડવાન્સ સુવિધાઓનો પણ સમાવેશ કરી શકે છે.

વધુ વાંચો : આવી ગયા હીરો મોટોકોર્પના ફ્લેક્સ-ફ્યુઅલ બાઈક, નીતિન ગડકરીએ કર્યા લોન્ચ

આ નવું સ્કૂટર માત્ર ભારતીય માર્કેટ પૂરતું લિમિટેડ નહીં રહે. TVS તેને યુરોપ સહિત અનેક ઇન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. વિદેશમાં નાના એન્જિનવાળા મેક્સી-સ્કૂટર્સની જોરદાર માંગ છે. જેનો કંપની લાભ લેશ. હાલમાં આ પ્રોજેક્ટ તેના શરૂઆતના તબક્કામાં હોવાનું કહેવાય છે. જો બધું યોજના મુજબ ચાલશે તો TVSનું 2027 ના અંત સુધીમાં આ નવું 160cc મેક્સી-સ્કૂટર લોન્ચ થઇ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TVS Scooters Advanced Features Premium Scooters
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ