બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડમાં 13માં માળેથી ડિલિવરી બોયે લગાવી મોતની છલાંગ, CCTV ફૂટેજ આવ્યા સામે

દુઃખદ / વલસાડમાં 13માં માળેથી ડિલિવરી બોયે લગાવી મોતની છલાંગ, CCTV ફૂટેજ આવ્યા સામે

Vishal Khamar

Last Updated: 06:26 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં ડિલિવરી બોયે બિલ્ડીંગના 13 માં માળેથી દૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

વલસાડ શહેરના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા દમણગંગા એપાર્ટમેન્ટમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટના 13મા માળેથી કૂદી એક યુવકે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.

બિલ્ડિંગના 13મા માળેથી મોતની છલાંગ લગાવી

પ્રાથમિક માહિતી મુજબ, યુવકે દમણગંગા નામની બિલ્ડિંગના 13મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવક બિલ્ડિંગમાંથી કૂદતો જોવા મળે છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો હતો.

પોલીસને જાણ કરવામાં આવી

સ્થાનિક લોકો દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

યુવક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો

પ્રાથમિક તપાસમાં યુવક આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો હતો અને તે કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતની જાણીતી ફિલ્મી અભિનેત્રીનું આકસ્મિક અવસાન, વિક્રમ ઠાકોરે આપી શ્રદ્ધાંજલિ

સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને યુવકના પરિવારજનો તેમજ નજીકના લોકોના નિવેદનોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad news Valsad delivery boy suicide
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ