બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / VIDEO: સાવજ યાત્રાળુની બેગ લઈને ભાગ્યો, શેત્રુંજય પર્વત પર બની અનોખી ઘટના, જુઓ વીડિયો
Last Updated: 07:06 PM, 7 June 2026
વિશ્વવિખ્યાત જૈન તીર્થધામ શેત્રુંજય ગિરિરાજ પર ફરી એકવાર સિંહ દેખાતા યાત્રિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન પગદંડી પર અચાનક સિંહ આવી ચડતાં અનેક યાત્રિકોએ પોતાની યાત્રા અધવચ્ચે જ રોકી દીધી હતી.
ADVERTISEMENT
અચાનક સિંહ દેખાતા યાત્રિકોમાં નાસભાગ
પ્રાપ્ત માહિતી મુજબ, સિંહના અચાનક દેખાવથી યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી. સલામતી માટે લોકો ઝડપથી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આ ઉતાવળમાં કેટલાક યાત્રિકો પોતાની બેગ અને થેલા રસ્તા પર જ મૂકી ગયા હતા. આ દરમિયાન એક અનોખી ઘટના પણ સામે આવી હતી. પગદંડી પર પડેલી એક યાત્રિકની બેગ સિંહ મોઢામાં દબાવીને જંગલ તરફ લઈ ગયો હતો. આ દૃશ્ય જોઈને હાજર લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો.
ADVERTISEMENT

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સુરક્ષા ગાર્ડ યાત્રિકોને સલામત સ્થળે જવા માટે સૂચના આપતા જોવા મળે છે. બીજી તરફ મહિલાઓ એકબીજાને શાંતિ જાળવવા અને અવાજ ન કરવા વિનંતી કરતી જોવા મળે છે. ભયના માહોલ વચ્ચે કેટલાક ભક્તો ભગવાનનું સ્મરણ કરતા પણ નજરે પડ્યા હતા.
ADVERTISEMENT
વન વિભાગ દ્વારા બેગ શોધી પરત કરી
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનકર્મીઓએ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી યાત્રિકની ખોવાયેલી બેગ શોધી કાઢી હતી. બાદમાં બેગને સલામત રીતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપવામાં આવી હતી. પેઢી દ્વારા બેગ તેના મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવી હતી જેના કારણે યાત્રિકે પોતાનો સામાન પરત મેળવી લીધો હતો. વન વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીને યાત્રિકો તથા સ્થાનિક લોકો દ્વારા સરાહના મળી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વલસાડમાં 13માં માળેથી ડિલિવરી બોયે લગાવી મોતની છલાંગ, CCTV ફૂટેજ આવ્યા સામે
વન વિભાગે યાત્રિકોને જંગલી પ્રાણીઓ દેખાય ત્યારે ગભરાટ ન ફેલાવવા, સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવા અને સતર્ક રહેવા અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT