બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:19 PM, 7 June 2026
વારાણસીમાં મીટ, માંસ અને માછલી બજારો હવે શહેરની બહાર ખસેડવામાં આવશે. આનો અર્થ એ થયો કે શહેરમાં કાચું માંસ અને માછલી હવે નહી મળે. વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાશીમાં કોઈ માંસ, મીટ કે માછલીની દુકાનો ચલાવાશે નહી. તેમને શહેરની સીમાની બહાર ખસેડવામાં આવશે. હવે કાશીમાં બધી માંસ અને માછલીની દુકાનો રામનગર, સુજાબાદ, ગણેશપુર, અવલેશપુર અને શિવપુરમાં ખસેડવામાં આવશે.
ADVERTISEMENT
શહેરની બહાર સ્થળાંતરની માંગ
કાઉન્સિલર ગુલશન અલીએ ગયા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દુકાનોને શહેરની બહાર ખસેડવાની માંગ કરી હતી. ગુલશન અલીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિના દરમિયાન માંસની દુકાનો બંધ રહે છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થાય છે.
ADVERTISEMENT
કાશીમાં ભક્તોની સંખ્યામાં વધારો
વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના નિર્માણ પછી ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર 2021 માં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 29 કરોડ 80 લાખ શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરી ચુક્યા છે. ઉનાળાની ગરમી છતાં છેલ્લા 60 દિવસોમાં 1 કરોડથી વધુ ભક્તોએ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી છે.
ADVERTISEMENT
નવરાત્રિ સુધી શહેરની બહાર થઇ જશે શિફ્ટ
મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે છે કે કાશીની શેરીઓમાં કાચા માંસ અને માછલીની દુકાનો હોવી અયોગ્ય છે. આને લઇ શ્રદ્ધાળુઓ પરેશાન બને છે, મ્યુનિસિપલ કોર્પોરેશન નવરાત્રિ સુધીમાં આ દુકાનો શહેરની બહાર ખસેડવાની તૈયારી કરી રહ્યું છે.
ADVERTISEMENT
કાશીમાં વિવિધ માન્યતાઓ
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, અને તેથી તેનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે કાશીમાં મૃત્યુ થવા પર મોક્ષ (જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ) પ્રાપ્ત થઇ શકે છે. આ જ કારણ છે કે ઘણા ભક્તો તેમના જીવનના અંતમાં કાશીની મુલાકાત લેવાની ઇચ્છા રાખે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / ઘરેલુ ગેસના ભાવ વધારા પર સરકારનું નિવેદન, પાકિસ્તાન અને અમેરિકા સાથે કરી સરખામણી
ADVERTISEMENT
કાશી વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક
કાશીને વિશ્વના સૌથી જૂના સતત વસેલા શહેરોમાંનું એક માનવામાં આવે છે. હજારો વર્ષોથી તે વેદ, પુરાણો, દર્શન, સંસ્કૃત અભ્યાસ અને ધાર્મિક પરંપરાઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT