બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઘરેલુ ગેસના ભાવ વધારા પર સરકારનું નિવેદન, પાકિસ્તાન અને અમેરિકા સાથે કરી સરખામણી

નેશનલ / ઘરેલુ ગેસના ભાવ વધારા પર સરકારનું નિવેદન, પાકિસ્તાન અને અમેરિકા સાથે કરી સરખામણી

Ajitsinh Jadeja

Last Updated: 02:13 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Cylinder: ઘરેલુ ગેસના ભાવમાં રૂપિયા 29નો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 7 માર્ચે ભાવમાં ₹60 પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹29નો વધારો કર્યો છે. આ નિર્ણયનો બચાવ કરતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા જારી કરી છે. સરકારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતમાં પરિવારોને અન્ય દેશોની તુલનામાં સસ્તા ભાવે રસોઈ ગેસ મળી રહ્યો છે.

દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે ₹942 થઈ ગઈ છે, જે પહેલા ₹913 હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ વર્ષમાં ચાર વખત ₹300 ની સબસિડી મેળવ્યા પછી હવે ₹642 માં સિલિન્ડર ખરીદી શકશે. જોકે ગયા વર્ષે આ સબસિડી વર્ષમાં નવ વખત જાહેર કરવામાં આવી હતી.

LPG સિલિન્ડરમાં અત્યાર સુધીમાં ₹89નો વધારો

અગાઉ 7 માર્ચે ઘરેલુ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹60નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કુલ કિંમત ₹89 થઈ ગઈ છે. તાજેતરના ફેરફાર પહેલા જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને પ્રતિ સિલિન્ડર ₹703નું નુકસાન થઈ રહ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં પુરવઠામાં વિક્ષેપને કારણે ફેબ્રુઆરીથી એલપીજી માટે વૈશ્વિક બેન્ચમાર્ક સાઉદી કોન્ટ્રૈક્ટ પ્રાઇસમાં આશરે 46 ટકાનો વધારો થયો છે. પરિણામે ઘરેલુ એલપીજી સિલિન્ડર સપ્લાય કરવાનો વાસ્તવિક ખર્ચ ₹1,600 ને વટાવી ગયો છે.

તેલ કંપનીઓને આશરે ₹60,000 કરોડનું નુકસાન : કેન્દ્ર

સરકારનું કહેવું છે કે ઘરેલુ ગ્રાહકો ફક્ત ₹942 ચૂકવી રહ્યા છે, જ્યારે બાકીનો ખર્ચ મોટાભાગે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ અને સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. સરકારના જણાવ્યા અનુસાર ગયા નાણાકીય વર્ષમાં ઘરેલુ એલપીજી પરનું નુકસાન આશરે ₹60,000 કરોડ થયું હતું, જે એક વર્ષ અગાઉ ₹41,338 કરોડ હતું. આ નુકસાનને આંશિક રીતે ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ કંપનીઓને ₹30,000 કરોડનું વળતર મંજૂર કર્યું છે.

VTV ADD

આ પણ વાંચોઃ નેશનલ / મણિપુર હિંસાઃ રાહત શિબિરોમાં અત્યાર સુધીમાં 731 વિસ્થાપિતોના મોત, 43 હજાર લોકો હજુ પણ બેઘર

પાકિસ્તાન, નેપાળ અને અમેરિકા કરતા LPGના ભાવ ઓછા: સરકાર

સરકારે એમ પણ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન દેશમાં એલપીજીની ઉપલબ્ધતા જાળવવા માટે ઘરેલુ ઉત્પાદનમાં 60 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો અને અમેરિકા, કેનેડા અને અલ્જેરિયા જેવા દેશોમાંથી વધારાની આયાતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે ભારતમાં ઘરેલુ એલપીજીના ભાવ હજુ પણ પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત અનેક દેશો અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત દેશોની તુલનામાં ઓછા છે. સરકારના મતે આ ભાવ સુધારાનો હેતુ ગ્રાહકોને વૈશ્વિક ભાવોની સંપૂર્ણ અસરથી બચાવવા અને સમગ્ર દેશમાં રસોઈ ગેસની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG LPG Cylinder gas price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ