બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં CM નિવાસ સ્થાન ખાતે મળી બેઠક, પૂરી થયા બાદ તરત કમલમમાં થયું આ કામ

બેઠક / ગાંધીનગરમાં CM નિવાસ સ્થાન ખાતે મળી બેઠક, પૂરી થયા બાદ તરત કમલમમાં થયું આ કામ

Vishal Khamar

Last Updated: 03:16 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભા ચૂંટણીને લઈને ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળી હતી. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ઉમેદવારો સાથે ધારાસભ્યની બેઠક મળી હતી.

રાજ્યસભાની આવનારી ચૂંટણીને લઈને આજે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવારો તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારોના ટેકેદારોની સહી લેવામાં આવી હતી અને ઉમેદવારી પ્રક્રિયા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યસભાના ઉમેદવારો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.

કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીઓ સાથે ઉમેદવારોની વધુ એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઉમેદવારોના કાનૂની દસ્તાવેજો તેમજ ટેકેદારોના જરૂરી કાગળોની ચકાસણી કરવામાં આવશે.

ભાજપના રાજ્યસભા ઉમેદવારો આવતીકાલે બપોરે 12:39 વાગ્યે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્વે પાર્ટી સંગઠન દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર સહિત દેશના 7 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ધોધમાર વરસાદનું એલર્ટ, વીજળી પડવાનો ખતરો

રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે અને ઉમેદવારી પ્રક્રિયાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે સંગઠન સ્તરે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar news BJP meeting
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ