બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:33 PM, 6 June 2026
સરકારી કેનેરા બેંકના શેર સોમવારે ટ્રેડિંગ દિવસે ફોકસમાં રહેશે. કેમ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ અમુક KYC નિયમોનું પાલન ન કરવા બદલ કેનેરા બેંક પર 41.8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સમાચારને લીધે સોમવારે કેનેરા બેંકના શેરમાં વધઘટ થઈ શકે છે.
ADVERTISEMENT
શુક્રવારે કેનેરા બેંકના શેર 133 રૂપિયાના પાછલા બંધથી 2.11% વધીને 135.80 રૂપિયા થયા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં આ શેર 103.50 રૂપિયા પર બંધ થયો હતો જે તેની 52-સપ્તાહની લો સપાટી હતી. ફેબ્રુઆરી 2026 માં આ શેર 162.90 રૂપિયા પર બંધ થયો હતો જે તેની 52-સપ્તાહની હાઈ લેવલ હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
RBI એ 31 માર્ચ 2025 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના આધારે તેના મોનિટરિંગ મૂલ્યાંકનમાં શોધી કાઢ્યું હતું કે કેનેરા બેંકે કેટલાક ગ્રાહકોના KYC રેકોર્ડ્સ નિર્ધારિત ટાઈમ લીમીટમાં સેન્ટ્રલ KYC રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCR) માં અપલોડ કર્યા નથી. બેંકે કેટલાક એકાઉન્ટને "ઇનએક્ટિવ" પણ બતાવ્યા હતા. પણ તે એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન એક વર્ષ કરતા ઓછા સમય પહેલા થયા હતા.
ADVERTISEMENT
સરકારે બ્રજેશ કુમાર સિંહને કેનેરા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. અત્યારે ઇન્ડિયન બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપતા બ્રજેશ કુમાર સિંહ ડિસેમ્બર 2025 માં નિવૃત્ત થયેલા કે. સત્યનારાયણ રાજુનું સ્થાન લેશે.
કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહની મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂકને મંજૂરી આપી હતી. તેમની નિમણૂક તેઓ પદ સંભાળે તે તારીખથી તેમની નિવૃત્તિ સુધી રહેશે. તેઓ 30 એપ્રિલ 2029 ના રોજ રીટાયર્ડ થશે. ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂશન્સ બ્યુરોએ ડિસેમ્બર 2025 માં કેનેરા બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પદ માટે સિંહની ભલામણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન કેનેરા બેંકનો પ્રોફિટ વાર્ષિક ધોરણે 10 ટકા ઘટીને 4506 કરોડ રૂપિયા થયો હતો. બેંકે એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં 5,002.66 કરોડ રૂપિયાનો પ્રોફિટ નોંધાવ્યો હતો. કેનેરા બેંકે શેરબજારોને માહિતી આપી હતી કે જાન્યુઆરી-માર્ચ 2026 માં તેની કુલ આવક પણ 1.85 ટકા ઘટીને 36,662 કરોડ રૂપિયા થઈ છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 37,353 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બેંકનો નફો વાર્ષિક ધોરણે 12.7 ટકા વધીને 19,187 કરોડ રૂપિયા થયો છે. આ દરમિયાન કુલ આવક 1,42,208 કરોડ રૂપિયાથી વધીને 1,53,204 કરોડ રૂપિયા થઈ છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT