બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે અમિત શાહ અને નડ્ડાને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ, તસવીરો કરી શેર

રાજકારણ / કોંગ્રેસમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે અમિત શાહ અને નડ્ડાને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ, તસવીરો કરી શેર

Pravin Joshi

Last Updated: 09:09 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપમાં પોતાની સતત થઈ રહેલી અવગણનાથી નારાજ ચાલી રહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી છે.

પંજાબના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપમાં પોતાની સતત થઈ રહેલી અવગણનાથી નારાજ ચાલી રહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી છે. કેપ્ટન અમરિંદર સિંહે પોતે આ હાઈ-પ્રોફાઈલ બેઠકની તસવીરો પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી અને પંજાબ સંબંધિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સર્વોચ્ચ નેતૃત્વ સાથેની બેઠકમાં પંજાબમાં ભાજપની આગામી રણનીતિ અને પાર્ટીનો જનાધાર કેવી રીતે વધારવો તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

પંજાબ ભાજપના નવા પ્રમુખની વરણીથી કેપ્ટન લાલઘૂમ

વાસ્તવમાં, કેપ્ટન અમરિંદર સિંહ છેલ્લા ઘણા સમયથી ભાજપની કાર્યશૈલીથી ભારે અસંતોષ અનુભવી રહ્યા છે. તાજેતરમાં જ કેવલ સિંહ ધિલ્લોનને પંજાબ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કેપ્ટનનો આરોપ છે કે આટલો મોટો નિર્ણય લેતા પહેલા ભાજપ હાઈકમાન્ડે તેમની સાથે કોઈ પણ પ્રકારની સલાહ-સૂચન કે ચર્ચા કરી ન હતી. કેપ્ટને ખુલ્લેઆમ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો અને પક્ષમાં વરિષ્ઠ નેતાઓની થઈ રહેલી અવગણના અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદથી જ તેઓ ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના દાવાએ રાજકારણમાં આગ લગાવી

આ અટકળોને ત્યારે વધુ બળ મળ્યું જ્યારે બે દિવસ પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ એક સનસનાટીભર્યો દાવો કર્યો હતો. હુડ્ડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેપ્ટન અમરિંદર સિંહ હાલમાં અમારા સતત સંપર્કમાં છે. તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહ્યા છે અને અમારા ખૂબ જ આદરણીય સાથી છે. હુડ્ડાના આ નિવેદન બાદ કેપ્ટનની કોંગ્રેસમાં 'ઘર વાપસી' ની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. જો કે, કેપ્ટને પોતે હજુ સુધી આ દાવા પર કોઈ સીધી પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, પંજાબ ભાજપે હુડ્ડાના દાવાને ફગાવી દીધો છે. પંજાબ ભાજપના પ્રવક્તા પ્રિતપાલ સિંહ બલિયાવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "કોઈ નેતા કોઈના સંપર્કમાં હોય તે મોટી વાત નથી. રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા તો એવું કહે છે કે હુડ્ડા પોતે જ કોઈના સંપર્કમાં રહેતા નથી. હુડ્ડાએ માત્ર સંપર્કની વાત કરી છે, તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહીં."

હું આજે પણ કોંગ્રેસને મિસ કરું છું, ભાજપમાં અલગ જ સંસ્કૃતિ છે

ભાજપમાં આવ્યા પછી પણ કેપ્ટન અમરિંદર સિંહના દિલમાંથી કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી, જે તેમના તાજેતરના નિવેદનો પરથી સ્પષ્ટ દેખાય છે. કેપ્ટને સતત કોંગ્રેસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "કોંગ્રેસમાં પંજાબના રાજકારણને લઈને હંમેશા મારી સલાહ લેવામાં આવતી હતી. હું કોંગ્રેસમાં 3 વાર પ્રદેશ અધ્યક્ષ રહ્યો છું અને ત્યાં આંતરિક લોકશાહી હતી. પરંતુ ભાજપમાં તદ્દન અલગ સંસ્કૃતિ છે, અહીં બધા નિર્ણયો સીધા ઉપરથી (હાઈકમાન્ડ દ્વારા) થોપવામાં આવે છે."

તેમણે વધુમાં એક ઈમોશનલ વાત શેર કરતા કહ્યું હતું કે, "I miss Congress even today (હું આજે પણ કોંગ્રેસને યાદ કરું છું). કોંગ્રેસ એક પરિવાર જેવી છે. હું જ્યારે પણ ફોન કરતો ત્યારે નેતાઓ મને તરત જ મળી લેતા હતા, પરંતુ ભાજપમાં આવી કોઈ સિસ્ટમ નથી. મારા જન્મદિવસ પર રાહુલ ગાંધીએ મને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. એટલું જ નહીં, તાજેતરમાં જ મારા ભાઈ રણધીરના અવસાન પર પણ રાહુલ ગાંધીનો શોક સંદેશ આવ્યો હતો, જ્યારે ભાજપના એક પણ સ્થાનિક કે કેન્દ્રીય નેતાએ મારા ઘરે આવીને સંવેદના વ્યક્ત કરી નથી."

આ પણ વાંચોઃ 17 રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, જુઓ તમારા શહેર સુધી ચોમાસું ક્યારે પહોંચશે?

અકાલી દળ સાથે ગઠબંધનના મુદ્દે પણ મોટો વિવાદ

પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને પણ કેપ્ટન અને ભાજપ વચ્ચે વિચારધારાનો મોટો ટકરાવ છે. કેપ્ટન અમરિંદર સિંહ પંજાબમાં શિરોમણી અકાલી દળ (SAD) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાના પક્ષમાં છે અને તેઓ જાહેરમાં તેની વકીલાત કરી રહ્યા છે. તેમના મતે પંજાબમાં સત્તા મેળવવા ગઠબંધન જરૂરી છે. આનાથી વિપરીત, પંજાબ ભાજપના સ્થાનિક નેતાઓ વારંવાર નિવેદન આપી રહ્યા છે કે ભાજપ કોઈની સાથે ગઠબંધન નહીં કરે અને પંજાબની તમામ 117 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. આ આંતરિક ખેંચતાણ વચ્ચે અમિત શાહ સાથેની કેપ્ટનની આ મુલાકાત પંજાબના આગામી રાજકારણ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CaptainAmarinderSingh PunjabPolitics AmitShah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ