બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:08 PM, 6 June 2026
1/6
હિન્દુ ધર્મમાં દરેક તિથિ અને દિવસનું મહત્વ છે. એવી જ રીતે અમાવાસ્યાનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે. જ્યારે આ તિથિ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાવાસ્યા કહેવામાં આવે છે. વર્ષ 2026 ની પહેલી સોમવતી અમાવાસ્યા પુરુષોત્તમ મહિનામાં આવશે. જેનાથી તેનું આધ્યાત્મિક મહત્વ અનેકગણું વધી જાય છે. એવું મનાય છે કે આ શુભ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, દાન કરવું, ભગવાન શિવની પૂજા કરવી અને પૂર્વજોને પ્રાર્થના કરવી શુભ પરિણામો આપે છે. આ દિવસ પૂર્વજોના આશીર્વાદ અને પુણ્ય મેળવવા માટે ખૂબ જ શુભ મનાય છે.
2/6
આ અંગે જ્યોતિષીના મતે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા માટે સોમવતી અમાવાસ્યા ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે ભક્તિ અને નિયમ મુજબ પ્રાર્થના કરવાથી વિશેષ પુણ્ય ફળ મળે છે. આ વ્રત પરિણીત સ્ત્રીઓ માટે ખાસ ફળદાયી ગણાય છે. જેમાં સોમવતી અમાવાસ્યાનું વ્રત રાખવાથી શાશ્વત સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને વૈવાહિક જીવનમાં આનંદ મળે છે. તે પૂર્વજોના આશીર્વાદ પણ આપે છે.
3/6
જ્યેષ્ઠ અધિક માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 14 જૂન 2026 ના રોજ બપોરે 12;59 વાગ્યે શરૂ થશે અને 15 જૂન 2026 ના રોજ સવારે 8:23 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિના આધારે સોમવતી અમાવસ્યા ઉપવાસ અને પૂજા સોમવાર 15 જૂનના રોજ કરવામાં આવશે. આ દિવસે સવારના સમયને સ્નાન, દાન અને પૂજા કરવા માટે ખાસ શુભ માનવામાં આવે છે.
4/6
પુરુષોત્તમ માસમાં આવતી સોમવતી અમાવસ્યાને ખૂબ જ દુર્લભ અને શુભ સંયોગ માનવામાં આવે છે. આ પ્રસંગ લગભગ દર ત્રણ વર્ષે એક વાર આવે છે જ્યારે અધિક માસની અમાવસ્યા તિથિ સોમવારે આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે પૂર્વજોને તલ, પાણી અને સફેદ ફૂલો અર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે. જે પિતૃ દોષની અસર ઘટાડે છે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
5/6
હિંદુ ધર્મમાં પુરુષોત્તમ માસને ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં, જાતકને ભગવાન તેમજ પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આથી જપ, તપ, દાન, પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓનું ફળ અનેકગણું મળે છે. અમાસના દિવસે કરવામાં આવતા પુણ્ય કાર્યો સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું