બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ''આપણા બાથરૂમની અંદર નીકળે તો...'', કોકરોચ જનતા પાર્ટી પર MLA હાર્દિક પટેલના પ્રહાર

બનાસકાંઠા / ''આપણા બાથરૂમની અંદર નીકળે તો...'', કોકરોચ જનતા પાર્ટી પર MLA હાર્દિક પટેલના પ્રહાર

Vishal Khamar

Last Updated: 03:56 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હાર્દિક પટેલે કોક્રોચ પાર્ટી પ્રહાર કર્યા હતા.

બનાસકાંઠાના અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ અને સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

હાર્દિક પટેલે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા

આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, "કોક્રોચ કોઈ પાર્ટી નથી. કોક્રોચ તો ટોયલેટમાંથી નીકળે છે અને તેને ખતમ કરવા માટે માત્ર એક 'હિટ સ્પ્રે' જ કાફી છે." તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું

કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં 3100થી વધુ મહિલાઓ તેમજ 400થી વધુ સ્વયંસેવક ભાઈઓએ સક્રિય ભાગ લીધો હતો.

પાટીદાર અગ્રણીઓનું મંચ પર સન્માન કરાયું

આ ઉપરાંત સમાજમાં શિક્ષણ, સેવા, સામાજિક જાગૃતિ અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ તથા પ્રશંસનીય કામગીરી કરનાર પાટીદાર અગ્રણીઓનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ક્યાંક ડેમમાં ન્હાવા પડતા તો ક્યાંક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા, ગુજરાતમાં કુલ 4નાં મોત

કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો, જ્યારે ધારાસભ્ય હાર્દિક પટેલના નિવેદને સમગ્ર કાર્યક્રમનું રાજકીય આકર્ષણ વધાર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viramgam MLA Ambaji Viramgam MLA Hardik Patel
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ